ત્રિવેણી સંગમ
જનક્ષત્રિય મોચી જ્ઞાતિ ના સ્મારક માં આજે પણ રેલવે સ્ટેશન સામે અડીખમ ખાંમ્ભી ઉભી છે ...
જેમાં જગત ની બધી સતી થી એક ડગલું આગળ એવા ઝાલા મકવાણા ના દીકરી નર્મદાબા ની ખાઁમ્ભી પણ છે
જામનગર ના ભીમજી રાઠોડ સાથે સગાઈ થયેલી ને જામ સાહેબ ની ગેરહાજરી માં વાઘેરો એ જામનગર પર ચઢાઈ કરેલી .... ત્યાંરે આ મીંઢળ બંધો મરજીવો મોવડી હોવાથી ઝીદ કરીને ગયા ...
.જીત તો થઈ પણ વીર ભીમાજી શહીદ થયા ..
..અહીંયા હળવદ માં ખબર પડતા જ લગ્નપ્રસંગમાં માતમ છવાઈ ગયું
નર્મદા બા બોલ્યા સતી થવું છે ત્યારે ખુદ જામ સાહેબ તથા હળવદ રાજવી પણ સમજાવી થાક્યા હતા .... પોતાની વાત પર અટલ નર્મદા બા સામે બધા હારી ગયા .
... અંતે પોતાના પતિ ની પાઘ ખોળામાં લઈ સતી થયા ..... કારણ ભીમાજી માથા કપાયું પછી ધડ જનુને ચડતા વાઘેરો ને દ્વારકા ની સીમ માં પગ નહોતા મુકવા દીધા .... વિજય મેળવી પાછા જામનગર ની સીમાડે આવી ધડ પડ્યું હતું ....
તદ્દપરાંત ધારુકા પરમાર , રાઠોડ ,ચુડાસમા , સરવૈયા , વનરા , મારુ ચૌહાણ ,નાગર ના સતી માં તથા સુરાપુરા દાદા ની ખાંમ્ભી અને રાઠોડ કરશનભા જે વીર અંતે સંત થઈને જીવતા સમાધિ લીધેલી એમની સમાધિ ત્યાં જ છે...
જય માતાજી


