મકવાણા /ઝાલા રાજપૂતો નો સંક્ષિપ્ત મા ઇતિહાસ
માનવામાં આવે છે બ્રહ્માજી ના ચાર પુત્ર હતા ભૃગુ, અત્રી, મરીચિ, અંગિરા, ભૃગુ ઋષિના પુત્ર વિધાતા થયા એમના મુકુંદ થયા અને મુકુંદ ના પુત્ર માર્કંડેય થયા એ સમય મા બદ્રીનારાયણ ના ક્ષેત્ર મા અનેકે ઋષિ ના આશ્રમ હતા એ વખતે રાક્ષસો નો ઘણો જ ત્રાસ હતો એમના સંહાર માટે માર્કન્ડેય ઋષિ એ બળવાન પુરુષ પ્રગટ કર્યા.પ્રાચીન કાળ મા માર્કેન્ડેય ઋષિ એ અગ્નિ કુંડ માંથી પુરુષ ઉત્પન્ન કર્યા એમનું નામ કુંડમાળ રાખવામાં આવ્યુ
કેમ કે ઉત્તપત્તિ ને મખ કહેવાય એટલે પ્રથમ અટક મખાવાંન થઈ અને એ સમય મા રાક્ષસો નો નાશ કર્યો કુંડમાલજી એ ત્યાર બાદ કુંડમાલજી એ ચમત્કાર પૂર નામ ના રાજ્ય ની સ્થપના કરી અને એમની ત્રણ પેઢી એ રાજ કર્યું અને રાજા કુંત એ હિમાલય ની તળેટી મા કુંતલપૂર વસાવ્યું રાજા કુંત ના વંશ મા રાજા અમૃત શેન થયા તેમના પાંચ પુત્ર થયા ચચાક દેવ જી, વાચકદેવજી, શિવરાજજી, વત્સરાજ જી , તેઓ યાદવ રાજપૂતો ના ભાણેજો હતા અને પાંચ મા પુત્ર માલદેવજી હસ્તીના પૂર મા ભાણેજ હતા
અને એક વાર એ પાંચ ભાઈયો સિંહ ના શિકાર મા આવ્યા અને પાંચેય ભાઈયો મા લડાઈ થઈ માલદેવજી ત્યાંથી રિસાઈ ને હસ્તિનાપુર જતા રહ્યા અને ત્યાંથી શેના બોલાવીને ચચાક દેવજી પર આક્રમણ કર્યું અને ત્યાર બાદ ચચાક દેવજી ત્યાંથી નીકળી ને ફતેહ પૂર સીક્રી ચલા ગયા ત્યાં પોતાની સત્તા સ્થાપી અને એમના 72 મા વંશ જ સિક્રી ની સત્તા પર આવ્યા
અને એમને સિંધ ના કિરતગઢ રાજ્ય જીતી લીધું અને ત્યાં અમને અનેક પ્રજા લક્ષી કામ કર્યા અને તયારે બાદ અમુક વર્ષ બાદ કેશરદેવ એ કીર્તિ ગઢ ની સ્થાપના કરી અને એમને પુત્ર પ્રાપ્તિ નહોતી થાતી તે માટે માટે જંગલ મા શિવજી નું તપ કર્યું અને શિવજી ને પ્રશન્ન કર્યા
અને શિવજી એ વરદાન આપ્યું તારા ઘરે દસ પુત્ર પ્રાપ્તિ થાશે અને મોટા પુત્ર મા મારો અંશ હશે અને ત્યાર બાદ કેશરદેવજી ને દસ પુત્ર થયા અને મોટા પુત્ર નું નામ હરપાળ દેવ દાદા રાખ્યું જે શિવજી નો અંશ હતા ત્યાર બાદ સમય જતા કેશરદેવજી ને હમીર સુમરા સાથે વેર હતું અને હમીરસુમરા સાથે યુદ્ધ કર્યું અને એમના 7 પુત્ર સહીદ થયા અને એમના મોટા પુત્ર હર્પાલ દેવજી યુબચી ગયા અને સાથે બે પુત્ર વિજયપાલજી અને સાંતાજી
. આખરે મકવાને યુદ્ધ ગુમાવ્યું. રાજકુમાર હરપાલ જંગલમાં તેમના રોકાણ દરમિયાન ત્યાં ઋષિ મુની પાસે જુદી-જુદી આર્ટ્સ અને જાદુ શીખ્યા. તેમણે તેમના સામ્રાજ્ય પાછા મેળવવાનો નિર્ણય લીધો. તેઓ 'અનહીલપુર પટણ' (ગુજરાત) પોતાના મામા ના ઘરે ગયા અને ત્યાંરે ગુજરાત મા સોલંકી કુળ સોલંકી રાજપૂત નું રાજ હતું અને કેસરદેવ દાદા ના બે પુત્ર વિજયપાલજી અને સતાજી પણ આવેલા
અને એ સમયે કર્ણદેવ સોલન્કી નું રાજ હતું સોલન્કી રાજા કર્ણદેવ હરપાળ દાદા ના મામા થતાં હતા અને ત્યાં મહામાત્ય તરિકે કામ કરે છે અને સમય જતા એમને માતાજી સપના મા આવે છે મર્મરા દેવી અને કહે છે આપ આપણું રૂપ ઓળખો આપ ભગવાન શિવ નો જ અંશ છો અને કીધું સોલંકી કુળ મા મા શાક્ષાત શક્તિ એ અવતાર લીધો છે
એમની સાથે જ આપણો મેળાપ થાશે કર્ણદેવ સોલન્કી ના ભાયાતી પ્રતાપસિંહ ના ઘરે બિસંતી દેવી નામ ના રાજ કુંવરી હતાં અને એ સાક્ષાત શક્તિ નો જ અવતાર હતા સમય જતા એમની સગાઈ ની વાતો આવવા લાગી પણ માતાજી બધા નર ભગાડી મુકતા અને સમય સાથે હરપાળ દેવ દાદા અને શક્તિ મા ના વિવાહ થયા
Hhhh
અને કર્ણદેવ સોલંકી ને એક તકલીફ હતી જયારે એમના લગન થયા ત્યારે એમની પત્ની કર્ણદેવ ને વંશ મા કરવા અત્તર લઈ ને આવ્યા હતા અને એ અત્તર જયાં બાબરા ભૂત ની જગ્યા હતી ત્યાં પડી ગયુ અને બાબરું ભૂત વશ મા થઈ ગયું ત્યાર બાદ આ ભૂત એમને રોજ હેરાન કરતુ કર્ણદેવને અને કર્ણદેવ એ આ વાત હરપાળ દેવ દાદા ને કરી અને હરપાળ દેવ દાદા આ ભૂત ને લલકારે છે અને યુદ્ધ કરે છે યુદ્ધ ઘણું લાબું ચાલ્યું ત્યાર બાદ મા શક્તિ દેવી કહે છે તમે તમારૂં રૂપ ઓળખો અને અને બાબરા ભૂત ની ચોટલી પકડે છે હરપાળ દેવ દાદા અને બાબરા ભૂત નો જીવ એ ચોંટી મા હતો
પછી બાબરો કહે છે મને મૂકી દયો હું આજ થી તમારો ગુલામ શુત્યાર બાદ કર્ણદેવ સોલંકી એ કીધું આપ વરદાન માંગો એ હું આપીશ ત્યાર બાદ સમય જતા હરપાળ દેવ દાદા ની શક્તિ મા ના કહેવાથી એમને વરદાન માંગ્યું એક રાત મા હું જેટલા તોરણ બાંધીસ એ બધા ગામ મારા અને કર્ણદેવ એ વાત ને કબુલ રાખી અને એક રાત મા હરપાળ દેવ દાદા અને શક્તિ મા બાબરા ભૂત ની મદદ સાથે લઈ ને એક રાત મા 2300 ગામ ના તોરણ બાંધે છે
1190 મા પ્રથમ તોરણ પાટડી મા બાંધ્યું અને છેલ્લું તોરણ દિઘડીયા બાંધ્યું અને એક રાત 2300 ગામ મા તોરણ બાંધ્યાએમાં થી, 500 ગામ હરપાળ દેવ દાદા એ ધર્મ ના બેન બનાવેલ રાણી ને કાપડા મા ભેટ મા આપ્યા અને પોતાની રાજ ગાદી પાટડી મા સ્થાપી આમ 1090 થી પાટડી મા શરૂઆત થઈ હરપાળ દેવ દાદા ના
શાસન ની વર્ષો જતા હરપાળ દાદા અને શક્તિ મા ને 3 પુત્ર અને એક પુત્રી થયા તયારે ત્યાં બાળકો રમી રહ્યા હતા ત્યારે એક ત્યાં મંગલો નામ નો હાથી ગાંડો થયો અને પાટડી નગર મા હાહાકાર મચાવી દીધો અને આ હાથી એ બાળકો પાસે આવ્યો અને મા એ જોતા ત્રણે પુત્ર ને ઝાલી લીધા અને ચારણ ના દીકરા ને ટપલી મારી ને આઘો કર્યો એ ટાપરીયા ચારણ કહેવાના અને ત્રણ પુત્ર ને ઝાલ્યા ત્યાંથી ઝાલા કહેવાનાઅને આ વાત ની ચર્ચા આખા પાટડી મા થવા લાગી કે આ શાક્ષાત દેવી નું જ સ્વરૂપ લાગે છે એ વાત હરપાળ દેવ દાદા થી ના રહેવાતા જાણ કરી દીધી જેથી મા શક્તિ એ કીધું હતું આપ જયારે મારા અસ્તિત્વ ના દર્શન આપશો
તો હું સમાધિ લઈ લઈસ જમીન મા અને એ વાત થી મા શક્તિ 1171 વદ 13 ના ધાંધલ પૂર ગામ મા નીકળે છે અને સાથે એમના દીકરી બા ઉમા બા પણ આવે છે અને બન્ને એ ધાંધલ પૂર નામ ના ગામ મા ધામા નાખ્યા તેથી એ ગામ ધામા કહેવાનું આ જોઈ હરપાળ દાદા શોકવિહીન થઈ પાટડી છોડી દીધું અને ધામા રાજ ગાદી ફેરવી અને ત્યાં ગયા બાદ હરપાળ દેવ દાદા થરપાકાર ના
સોઢાજી ની દીકરી કુંવરબા સાથે પરણિયા જેમાં થી તેમને અનેક પુત્રો થયા હતા જેના વંશજો હાલ કચ્છ પાટણ મારવાડ બનારસ મા રહે છે જયારે શક્તિ માઁ ના ત્રણ પુત્રો મોટા સોઢાજી,માંગુજી,સેખડો જી થયા અને 1130 પછી આ ત્રણે પુત્રો ને ગાદી સત્તા મળી જેમાં સોઢાજી ને પાટડી અને માંગુજી એ પ્રથમ શિયાની ગાદી એ બેઠા ત્યાર બાદ જાંબુ મા ગાદી ફેરવી અને અંતે કાયમી સત્તા લીંબડી હાસિલ કરી અને સૌથી નાના પુત્ર શેખડો જી એ વિરમગામ નું સચાણા મા સત્તા સ્થાપી હતી
આમ ઝાલા નું રાજ શરૂ થયું એમના વંશજો ના સ્વતંત્ર બનેલા રાજ્યો મા સત્તા પાટડી,માંડલ,ધામા,લીંબડી,ધ્રાંગધ્રા,હળવદ,વાંકાનેર,સાયલા,ચુડા,વઢવાણ,રાજપર,મેઘપર,,વગેરે રાજ્યો સ્થાપ્યા એ ઉપરાંત કટોસણ સ્ટેટ ના વારિસદાર હરપાળ દેવ દાદા ના નાના ભાઈ વિજયપાલજી હતાં જેમને કટોસણ મા પોતાની સત્તા સ્થાપી અને ત્રીજા નમ્બર ના ભાઈ સત્તાજી ઇલોલ મા સત્તા સ્થાપી
હરપાળદેવ બાપા એ બીજા લગન સોઢા ના કુંવરી રાજકુંવર બા સાથે કર્યા હતા તેમના વંશજો..
હરપાળ દેવ દાદા તથા એમના બીજા પત્ની રાજકુંવરબા ના નવા પુત્રો અને અને એમની શાખા ની માહિતી..
ઇસ 1171 મા શક્તિ માઁ ધાંધલ પૂર ગામે અંતરધ્યાન થયા જે ગામ નું નામ શક્તિ મા એ ધામા નામ પાડ્યું ત્યાર બાદ હરપાળ દેવ દાદા પોતાની પાછલી જિંદગી ધામા ગામ એ રહે છે અને ત્યાર બાદ હરપાળદેવ દાદા થરપાકાર ના સોઢા કુળ ના દીકરી રાજકુંવરબા સાથે હરપાળ દેવ દાદા એ લગ્ન કર્યા અને તેમને નવા પુત્ર થયા તેમના પ્રથમ પુત્ર
1 ખવડાજી
2 ખોડાજી
3 જોગાજી
4 રાણાજી
5 બાપુજી
6 બળવંતજી
7 લાખાજી
8 દેવોજી
9 વિઠલજી
પ્રથમ પુત્ર ખવડાજી એ કાઠી રાણી સાથે લગ્ન કર્યા એમના બધા પુત્રો કાઠી ખવડ તરીકે ઓળખાયા. તેમના વંશજો એ સાયલા રાજ્ય મા રાજ કર્યું હતું આઝાદી સમયે સુદામડા ધાંધલપુર અને સેજકપુર આ બે દેશી રાજ્યો હતા ખવડ ના
બીજા પુત્ર ખોડાજી પાટણ તરફ આવ્યા એમના વંશજો ખોડાસા રાજપૂત તરીકે રહે છે
ત્રીજા પુત્ર જોગાજી વાગડ તરફ ગયા એમના વંશજ જોગું રાજપૂત કહેવાયા
ચોથા પુત્ર રાણાજી કચ્છ તરફ ગયા એમના વંશજો રાણા રાજપૂત કહેવાય
પાંચ મા પુત્ર બાપુજી એ હળવદ મા રાજ સત્તા સ્થાપી
છઠા પુત્ર બળવંતજી કાશી તરફ ગયા એમના વંશજો બળવંત રાજપૂત કહેવાય
સાતમા પુત્ર લાખાજી મારવાડ તરફ ગયા એમના વંશજો લાખા રાજપૂત કહેવાય
આઠમા પુત્ર દેવજી કચ્છ તરફ ગયા એમના વંશજો દેવાઈ રાજપૂત કહેવાય
નાવમાં પુત્ર બનારસ તરફ ગયા એમના વંશજો બનારસ રાજપૂત કહેવાયા..
અને ગુજરાત ઉપરાંત માળવા મા રાયપુર,નરવર,કોટા, સાદડી,દેલવાડા માં પોતાના રાજ્યો સ્થાપ્યા આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ મા પણ ઝાલા રાજપૂતો ની રિયાસતો હતી અને ઝાલા રાજપૂતો ના હાલ મા પણ ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રેદેશ મા ગામો અને વસ્તી છે અને ગુજરાત મા ઇસ્ટ દેશ નું નામ ઝાલા ના શાશન પર થી ઝાલાવાડ પડ્યું આ ઝાલાવાડ એ ઝાલા ની આગવી ઓળખ છે ઝાલા રાજપૂતો એ વર્ષો સુધી રાજ કર્યું છે અને પોતાની સાત સાત પેઢી સુધી દેશ અને મેવાડ માટે બલિદાન આપ્યા છે..
ઝાલા રાજ્ય ની ગુજરાત સ્થાપના...
હરપાલદેવ મકવાણા એ ઇ.સ.૧૦૯૦ માં પાટડીમાં સ્થાપના કરી હતી. હરપાલ દેવ મકવાણાની સતા પાટડીમાં ઇ.સ.૧૦૯૦ થી ઇ.સ.૧૧૩૦ સધી હતી..૧૧૩૦માં હરપાલ મકવાણાના દેવ થયા...
તેમના મોટા પુત્ર સોઢાજી પાટડીની ગાદીએ બેઠા
તેમના બીજા પુત્ર માંગુજી જાંબનો ગરાસ લઈ જાંબુ ની ગાદી એ બેઠા.
ત્રીજા પુત્ર સેખડોજી સચાણાનો ગરાસ લઈ સચાણા ની ગાદી એ બેઠા
ઝાલાવશની એક શાખા પાટડી અને બીજી શાખા
જાંબુ મા વકાસ પામી હતી.
હરપાલદેવ મકવાણા પછી પાટડીમાં અનુક્રમે
સોઢાજી
(ઇ.સ.૧૧૩૦-ઇ.સ.૧૧૬૦),
દુર્જનસાલજી
(ઇ.સ.૧૧૬૦-ઇ.સ.૧૧૮૫),
ઝાકળદેવજી
(ઇ.સ.૧૧૮૫-ઇ.સ.૧૨૧૦),
અર્જુનદેવજી
(ઇ.સ.૧૨૧૦-ઇ.સ.૧૨૪૦),
દેવરાજજી
(ઇ.સ.૧૨૪૦-ઇ.સ.૧૨૬૫),
દદાજીુ
(ઇ.સ.૧૨૬૫-ઇ.સ.૧૨૮૦),
સુરસિંહજી
(ઇ.સ.૧૨૮૦-ઇ.સ.૧૩૦૫)
સાત શાસકો એ શાસન કર્યું...
સલતનતયગુ (ઇ.સ.૧૩૦૪ – ઇ.સ.૧૫૭૩)
ભારતમાં ઇ.સ.૧૨૦૬માં કુતુબુદીન ઐબકે સત્તા થાપી હતી અને ભારતમાં મુસ્લિમ સત્તા નો ઉદય થયો..
મુસ્લિમો એ સૌરાષ્ટ્ર પર આક્રમણ કરતા તેની અસર ઝાલા ઓ પર પણ પડી અને જાંબુ ના ઝાલા વંશ શાસકોને
અનેક વાર રાજધાની ફેરવી પડી હતી. પાટડીમાં ઝાલાવંશ ના શાસકો એ પાટડીથી રાજધાની અનુક્રમ એ સાંતલપુર , માંડલ, કંકાવટી, હળવદ અને ધ્રાંગધ્રા મા ફરવી હતી.
જ્યારે જાંબુના ઝાલાવંશ ના શાસકોએ અનુક્રમ એ ધામળેજ, કોઠી-કુંદની અને લીંબડીમાં રાજધાનીફરવી હતી.
પાટડી રાજ્ય પર આક્રમણ અને એની અશરો
ઇ.સ.૧૩૦૪માં અલાઉદીન ખીલજીએ ગજરાત પર આક્રમણ કર્યું ગજરાતના છેલા હિન્દુ શાસક કરણ વાઘેલાનું પતન થતાં ગજરાતમા હિન્દુ રાજ્યનો અંત અને મુસ્લિમ શાસન નો ઉદય
થયો હતો. તે સમયે પાટડીમાં ઝાલાવંશ ના શાસક સાતલજી નું (ઇ.સ.૧૩૦૫-ઇ.સ.૧૩૨૫) શાસન હતું. સાતલજી તેમના સાળા લુણકરણજી સાથે વિવાદ થતાં લુણકરણ વાઘેલાએ મુસ્લિમ સુબાના લશ્કર ની મદદ લઇ પાટડી પર ચડાઇ કરી હતી. આથી સાતલજીએ પાટડી છોડી
સાંતતલપુર (જી .બનાસકાંઠા ) વસાવી થોડો સમય શાસન કર્યું હતું મુસ્લિમો યુદ્ધ કરી સમાધાન થતાં ફરી પાટડી રાજધાની ફરવી હતી.
ઇ.સ.૧૩૨૫ થી ઇ.સ.૧૪૦૮ સધીમા પાટડીમાં અનુક્રમે
વજેપાલજી
(ઇ.સ.૧૩૨૫-ઇ.સ.૧૩૨૬),
મેઘપાલજી
(ઇ.સ.૧૩૨૬-ઇ.સ.૧૩૩૧)
પદ્મસિંહજી
(ઇ.સ.૧૩૩૧-ઇ.સ.૧૩૪૦),
ઉદયિસંહજી
(ઇ.સ.૧૩૪૦-ઇ.સ.૧૩૫૨),
પૃથ્વીસિંહ
(ઇ.સ.૧૩૫૨-ઇ.સ.૧૩૬૮),
રામિસંહજી
(ઇ.સ.૧૩૬૮-ઇ.સ.૧૩૮૫),
વીરિસંહજી
(ઇ.સ.૧૩૮૫-ઇ.સ.૧૩૯૨),
રણમલિસંહજી
(ઇ.સ. ૧૩૯૨-ઇ.સ.૧૪૦૮)
વગેરે શાસકોએ શાસન કર્યું હતું..
ઇ.સ.૧૪૦૮માં છત્રછાલજી પાટડી ની ગાદી પર આવ્યા . તેમણે રાજધાની પાટડી થી માંડલ ફેરવી હતી. તે સમયે ગુજરાત મા અહમદશાહ નું
(ઇ.સ.૧૪૧૧-ઇ.સ.૧૪૪૧) શાસન હતું
ઇ.સ.૧૪૨૦ માં સત્રસાલજી ના મૃત્યુ પછી જેતસિંહજી (ઇ.સ.૧૪૨૦-ઇ.સ.૧૪૪૧) માડલની ગાદી પર આવ્યા હતા.
ઇ.સ.૧૪૨૯માં અહમદશાહે માંડલ પર ચડાઇ કરી. પરંતુ જેતસંહજીએ અહમદશાહનો પ્રતિકાર કરી રાજ્ય સાચવ્યું હતું .જેતસિંહ એ માંડલ રાજધાની ની સલામતી ન લાગતા માંડલ થી રાજધાની કંકાકાવટીમા ખસેડવામાં આવી હતી..
જેતસિંહ ના અવસાન બાદ કંકાવટી મા અનુક્રમે
રનવીરિસંહજી
(ઇ.સ.૧૪૪૧-ઇ.સ.૧૪૬૦),
ભીમિસંહજી
(ઇ.સ.૧૪૬૦-ઇ.સ.૧૪૬૯),
શાસન કર્યું
હતું તે પછી વાઘોજી
(ઇ.સ.૧૪૬૯-ઇ.સ.૧૪૮૬) કંકાવટી ના શાસક બન્યા હતા. પાટડીના ઝાલાવંશ ના શાસકોના
ઇિતહાસમાં વાઘોજી અગત્યનું સ્થાન ધરાવેછે. વાઘોજી સતા પર આવતા મુસ્લિમ શાસન નો
અનાદર કર્યો આથી મહમદ બેગડાએ મોટા સૈન્ય સાથે ઇ.સ.૧૪૮૬માં કંકાવટી પર આક્રમણ કર્યું આ યુદ્ધ મા " #ઝાલાવાડ નો કરુણતા ભર્યો સંઘર્ષ ઝાલાવંશ ના શાસકો ના ઇતિહાસમાં #વાઘોજી એક મહત્વનું સ્થાન ધરાવે છે વાઘોજી સત્તા પર આવતા મુસ્લીમ સત્તાનો #અનાદર કર્યો આથી મહંમદ બેગડાએ 1486માં મોટા સૈન્ય સાથે કંકાવટી પર આક્રમણ કર્યું હતું આ યુદ્ધમાં વાઘોજી અને તેમના સાત પુત્રો વીરગતિ પામ્યા હતા આથી #ક્ષત્રાણીઓ એ કૂવામાં પડીને #જોહર કર્યા હતા અને ભારતના ઇતિહાસમાં આ #પહેલું એવું #જોહર હતું કે જે #જળ #જોહર તરીકે પ્રખ્યાત છે અને એ મારા #ઝાલાવાડમાં થયુ હતુ અને આ હત્યાકાંડ ઇતિહાસમાં "કુવાના કેર" તરીકે જાણીતો છે કારણકે કંકાવટી નું બીજું નામ 'કુવા' હતું એ સમયે વાઘોજી ના બચેલા કુંવરો અજ્ઞાત ચાલ્યા ગયા હતા બે વર્ષ પછી એ બચેલા કુંવર #રાજોધરજી બહાર આવીને ઈ.સ.1488માં #હળવદ રાજ્યની સ્થાપના કરી આ #કૂવાના કેર તરીકે જાણીતા હત્યાકાંડ બાદ ફરીથી આ શક્તિપુત્રો એ પોતાનું નવું રાજ્ય સ્થાપ્યું અને વેરની વસુલાત કરવા માટે સમરાંગણમાં ફરીથી પધારવા લલકાર કર્યો આવી જ રીતે ફરીથી એક નવી શક્તિનું નિર્માણ કર્યું #મુસ્લિમ રાજાઓની #હાજીનાજી કરીને આ ઝાલાવાડ નથી બન્યું વાઘોજી જેવા મહાન રાજાઓ ના #સાત કુંવરો ના લોહી હોમાણા છે અને એવા લાડકવાયાઓ ના બલિદાનો થી આ ઝાલાવાડ બન્યું છે એટલે ઇતિહાસનુ સાચું વાંચન કરશો તો આવા સાચા ઇતિહાસો નિહાળવા મળશે.
ત્યાર બાદ
વાઘોજીના બચેલા કવરો અજ્ઞાત ચાલ્યા ગયા હતા. બે વર્ષ પછી કુંવર રાજોધરજી એ ઇ.સ.૧૪૮૮માં
વદ-૧૩,૧૫૪૪) હળવદમાં રાજધાની સ્થાપી હતી.
રાજોધરજી પછી હળવદની ગાદી પર અનુક્રમે
રાણોજી(ઇ.સ.૧૫૦૦-ઇ.સ.૧૫૨૩),
માનિસંહજી(ઇ.સ.૧૫૨૩-ઇ.સ.૧૫૬૪) આવ્યા હતા.
રાણોજી અને દસાડાના મલેક વચ્ચેની લડાઇમાં રાણોજી નું મત્યૃ થયું હત. આથી માનિસંહજી એ પિતા ને મારનાર દસાડાના મલેક ઉપર ચડાઇ કરી હતી. મલેક બખ્ખનના પુત્ર મારી નાખ્યો
અને દસાડા કબ્જે કર્યું હતું.આ કત્યૃ માટે માનિસંહજી ને શક્ષા કરવા બહાદુર શાહે ખાનખાનાને
ચડાઇ કરવા હકમુ કર્યું ખાનખાના મોટું સૈન્ય લઇ માનિસંહજીએ કબ્જે કરેલાં દસાડા ઉપર ઘેરો
નાખ્યો. આથી માનિસંહજી દસાડા છોડી કચ્છ તરફ ગયા અને ભુજ પાસે માન કુવા ગામવસાવ્યું હતું.બહાદરશાહ દીવની ચડાઇમાં ભાગ લેવા જતો હતો, ત્યારે તેની છાવણીમાં જઇ
તેની સામે માનિસંહજી એ તલવાર ધરી હતી. તેમના પરાક્રમ જોઈ ને બહાદરીથી પ્રસન્ન થઈ સલતાન એ એમનો પ્રદેશ પાછો આપ્યો માનસિંહ એ 15 વર્ષ બહારવટું કર્યા બાદ હળવદ પાછુ મેળવ્યું હતું.
જાંબુ પર ઝાલા નું શાશન અને મુસ્લિમ નું આક્રમણ
ઝાલા રાજપતવંશ એક શાખા પાટડી અને બીજી શાખા જાંબમા (લીંબડી)વિકાસ પામી હતી. હરપાલ મકવાણાના બીજા પુત્ર માંગુજી ને જાંબુ ની ચોરાશી (ગામ) આપવામાં આવી
હતી. જાંબુ સાથે કુંદની (તા.જસદણ,જી .રાજકોટ) ચોરાશી પણ મળી હતી.માંગુજી જાંબુ ની ગાદી પર ક્રમશ મુજપાલજી અને ધામળેજી આવ્યા હતા. ધામળેજીના શાસન દરમ્યાન
ઇ.સ. ૧૧૯૪ માં દિલ્હી થી કુતુબુદીન ઐબક એ ચડાઇ કરી હતી. ધામળેજી નો તેની સાથે
સંઘર્ષ થયો હતો. કુતુબુદીન જાંબુ સર કરતા ધામળેજી ને વેરાવળમાં સસરાને ત્યાં આશરો
લીધો હતો. ધામળેજીએ દિરયાકાઠાના ૪૧ ગામો જીતીને પોતાના નામ પરથી ધામળેજ ગામ
વસાવી નેપોતાના રાજ્યનું મુખ્ય મથક બનાવ્યું હતું ત્યાર બાદ કુતુબુદીન સાથે સંઘર્ષ લર્તા મુસ્લિમ સેના પાછી જાંબુ અને કુંદની ફરી થી કબ્જે કર્યું હતું.
ધામળેજી પછી તેમના પુત્ર કાળુજી એ રાજધાની ધામળેજથી કુંદની ખસેડી હતી.
કુંદની મા કાળુજી પછી ક્રમસ
ધનરાજજી,
લાખોજી,
ભોજરાજજી
કરણિસંહજી
આશકરણજી ,
સાગોજીં,
સગરામજી,
સારગજીં ,
લાખોજી
વશેરાજજજી એમ દસ
શાસકોએ શાસન કર્યું
નાગજી ૧લા (ઇ.સ.૧૩૨૫-ઇ.સ.૧૩૩૫) રાજગાદી પર આરઢુ થતાં શીયાણીની ચોરાશી (ગામ) જીતી લીધી હતી. તેમનો રાજ્ય જાંબુ કુંદની અને ધામળેજસુધી રહ્યો હતો. નાગજી પછી ક્રમશ
ઉદયભાણજી,
ખેતોજી,
ભોજરાજજી ,
નાગજી,
ખેતોજી, ,
એમ પાચં શાસકોએ જાંબુ અને કુંદણીથી વહીવટ કરતાં હતા.
ખેતોજી રાજા ના મૃત્યુ પછી સાગોજીના (ઇ.સ.૧૪૮૬-ઇ.સ.૧૫૩૬) શાસન દરમ્યાન સરધારના ગોધાજી વાઘેલાએ કુંદની અને જસદણ જીતી લીધા, આથી સાગોજીએ વીસા
ભરવાડની મદદથી સરધારના ગોધાજી વાઘેલાને લડાઇ માં હહરાવ્યા અને આ લડાઇમાં ગોધાજી નુંમૃત્યુ થયું સાગોજીના શાસન દરમ્યાન ગજરાતના શુલતાન મહમદ બેગડાએ જાંબુ
અને શિયાણી કબ્જે કરી મુસ્લિમ થાણું બેસાડ્યુ હતું
સાગોજીએ જાંબુ અને શિયાની મેળવવા યુક્તિ કરી હતી. યુક્તિ અનુસાર ત્યાના થાણદાર ને જમવા બોલાવી દગાથી મારી
નાખ્યો. સુલતાન સાથે સમાધાન કરી પર્દેશ પાછો મેળવવા વીસો ભરવાડ અને દેવકૃષ્ણ દેવ
અમદાવાદ સલતાન ની મલાકાત ગયા હતા. તે વખતે અમદાવાદના સલતાન મઝફ્ફર શાહ
બીજા હતા.વીસા ભરવાડ અને દેવકૃષ્ણ દવે સુલતાન ના મોટા અિધકારી ઓની કંમતી ભેટો
આપી જાંબુ અને શયાણીનો કબ્જો પાછો મેળવ્યો હતો. પરંતુ સાગોજીએ કદણી કાયમ માટે
ગુમાવ્યું હતું.ઇ.સ.૧૫૧૬ માં સાગોજીએ પનઃ જંબુમા રાજગાદી સ્થાપી હતી. તેમના મૃત્યુ બાદ સોઢાજી (ઇ.સ.૧૫૩૬-ઇ.સ.૧૫૯૩) ગાદી પર આવ્યા હતા. તેમના સમયકાળ દરમ્યાન
ગજરાતમા સલ્તનત યુગનો અંત અને મઘલુ યુગની શરૂઆત થઇ હતી..
લેખન સેજપાલસિંહજી ઝાલા એવોકેટ
AD
વધુ વાંચો જામ સતાજી નો ઈતિહાસ વાચવા અહીં પર ક્લિક કરો




ખૂબ સરસ માહિતી આપી છે... ખૂબ ખૂબ આભાર
જવાબ આપોકાઢી નાખોપરંતુ અમુક ગામો હાલ બીજા નામે ઓળખાય છે જે તત્કાલીન રાજ્ય સાથે હાલ ના ગામ ને કૌંસ કરી લખવામાં આવે તો વધુ સારું... અભિનંદન
- સવદાનજી મકવાણા
રાજરાણા જાલાવશ રાજ
જવાબ આપોકાઢી નાખોશેખડાજી રજવાડુ
શચાણાનો ઇતિહાસ
મુકવા વિનંતી
ગજરાત ની સાબરકાઠા ની ઝાલા ની નવ.જાગીરદાર ના ગામોના ઈતિહાસ જણાવજો.
જવાબ આપોકાઢી નાખોઅમારા પૂર્વજ જસદણ પાસે ગઢડિયા નું તોરણ બાંધેલ જે લીંબડી થી આવ્યા બાદ લીંબડીયા કહેવાય પણ બારોટ નાં કહેવા મૂજબ ત્યા નરમદેશ્વર મહાદેવ ની સ્થાપના તળાવ કાંટે કરી જે મંદીર ગોતતા ત્યાની લીંગ મુંબઈ થી રાણી સાહેબ ના સપનાં ના કેવાથી તે લીંગ લીંબડી સ્ટેટ માથી આપેલી છેઃ એમ કહેલું પણ જો આ પ્રસંગો વિશે કઈ માહીતી હોય તોહ જાણવા વિનંતી સાહેબ
જવાબ આપોકાઢી નાખો