મેરજી સરવૈયો
**********
" પરશાળેથી કેસર ઊડે,
ઘોડવેલ્યું આવે રે ઉતાવળી ;
ઘોડવેલ્યે બેસી બેનીબા હાલ્યાં,
દાદા ને દેશળભાઈ વળામણે."
ગીતના ઝકોળ સાથે વેલડીઓ દોડતી આવે છે. વચમાં નવોઢા સરવૈયાણીનું વેલડું છે. રિવાજ પ્રમાણે વેલડીને સંતાઈ જવું છે. અંદર બેઠેલ વડારણે ગાડા - ખેડુને કહ્યું, " ભાઈ પોલા, તું છે ને આપણું ગાડું વચમાં રહે તો નાક કપાય."
પોલાને તો પાનાની જરૂર હતી. વેલડાને એક બાજુ તારવ્યું. વઢીયારા બળદને પૂંછે હાથ દેતાં ગોધલાને પાંખું આવી. ગાડું આગળ નીકળી ગયું. પોલાને વડારણે બે રૂપિયા આપ્યા અને કહ્યું, " આ લે, બા સાહેબ કહે છે કોઈ ન જાણે એમ વેલડાને સંતાડી દે."
જાનમાં મોઢા આગળ નીકળવા ગાડાંની હોડ મંડાણી છે.ધૂળની ડમરી ચડી અને ગાડાખેડુને પાનાના રીડિયા - રમણમાં કોઈને ખબર ન પડે તેમ પોલાએ બાજુના ઊંડા રસ્તામાં વેલને ચડાવી સંતાડી દીધી.
મેરજી વાજાની બેનની વેલડી આગળ નીકળી ગઈ. થોડે આઘે જતાં ઘોડી રાંગમાં રમાડતો વરલાડડો મેરજી વાજો સામો આવે છે. મેરજીને જોઈ ગાડાં ધીમા પડ્યાં. નવવધૂનું વેલડું ક્યાં છે તે જોવા મેરજીએ નજર ફેરવી. ચતુર બેન સમજી ગઈ અને મશ્કરી કરતાં કહે, " કા ભાઈ, અમારી સામું જોયા વિના કોને ગોતો છો ?"
મેરજી કહે, " હું તો કોઈને ગોતતો નથી, પણ તમે ડંફાસું મારતા ' તા કે સરવૈયાણીના વેલડાને સંતાવા નઈં દ્યો. તમને હાથતાળી દઈને ક્યાં અલોપ થઈ ગઈ ?
બેને પણ જરાય ખચકાયા વિના જવાબ વાળ્યો,
" ભાઈ ! ઈ ચતુર અમને છેતરી ગઈ. પણ એનાથી છેતરાયા વિના તમે વેલડું ગોતી લાવો તો ખરા વદું."
ગાડાં ધીમા હાંકવાનું કહી મેરજીએ ઘોડી મરડી. અરધોક
ગાઉ જાતાં ગાડાંના તાજા ચીલા જોયા. ઘોડીને ચીલે ચડાવી. નેળમાં આઘે જતાં સંતાડેલું વેલડું ભાળ્યું. વેલમાં બેઠેલ સરવૈયાણીએ ઘોડાના ડાબલાની પડધી સાંભળી. પોતાના પ્રિયતમને પેખવા માફાની ફડક ઉઘાડી તો પૂરા વેશે મેરજી વાજાને નિહાળ્યો. વાંકડિયા ઓડીઆ, માથે સોનેરી પાધ, કાળી ભમર મૂછો, પહોળી ને વિશાળ છાતી, કેડે ઝૂલતી તલવાર, હાથમાં ભાલો, સરવૈયાણી જેવા શૂરવીર પુરુષને ઝંખતી હતી એવા વરલાડાને જોઈ રાજી રાજી થઈ ગઈ.
મેરજી અને સરવૈયાણીની આંખ્યું એક થઈ. અંતરની વાતો આંખોથી કરી ન કરી ત્યાં તો શરમના શેરડાવાળું નવોઢાનું મુખ વેલના પડદા પાછળ સંતાઈ ગયું. વેલને રસ્તે ચડાવવા મેરજીએ હુકમ કર્યો. માર્ગ ઉપર ગાડું આવતાં ગાડાખેડુને ખોટો ગુસ્સો કરી કહે, " એલા ખેડુ ! ગાડાને ત્યાં કેમ લઈ ગ્યો' તો ? "
" બાપુ ! અમારા બાએ હુકમ કર્યો. જો ન માનું તો આપ ખિજાઓ." પાલાએ હસતાં હસતાં જવાબ વાળ્યો.
" તારા ઉપર કરે છે એમ મારા પર ન કરે તો સારું. " મેરજીએ મરકીને કહ્યું.
મેરજીના આ મર્માળા વેણનો અંતરમાં ઘૂંટડો ઉતારી સરવૈયાણીએ વડારણને કહ્યું, " દરબારને કહે કે ઠાકોર ઠકરાણાંનો હુકમ માનશે તો રૂડા લાગશે. "
વાતું થાતાં થાતાં વેલ જાનની સાથે થઈ ગઈ. જાનડિયુંએ મધુર કંઠે ગીત ઉપાડ્યું :
"વેલે તે બેઠી રાણી રાજવણ બોલે,
મન મારગડો દેખાડો રાજ બંદલા ;
અલબેલા રે મારા જેઠજીની વાડી,
જાણે ફૂલડાં કેરી વાડી રાજ બંદલા."
જાનૈયાની મશ્કરીથી બચવા મેરજીએ ઘોડી આગળ દોડાવી મૂકી. કરજાળે પહોંચતાં તો તરઘાયાનો ધ્રુબાંગ ધ્રુબાંગ અવાજ સાંભળ્યો. અવાજ સાંભળતાં મેરજીની રોમરાઈ અવળી થઈ ઊઠી. તેને ભાળતાં ગામેડુંએ બેબાકળા બની ધા નાખી, " બાપુ ! આપણા ઘણને વાળી ગયા છે."
" કેટલી વાર થઈ ? કઈ દશ્યે ગયા ?" મેરજીએ અથર્યા થઈ પૂછયું.
" થોડીવાર થઈ હશે."
તરત મેરજીએ ઘોડી મરડી. પાસે ઊભેલા ગોરબાપાએ ઘોડીની વાઘ પકડી કહ્યું, " બાપ, તમે હજી મીંઢોળબંધા છો. વાર વાંહે તમથી નો ચડાય."
" દાદા ! આવી વાત કાં કરો ? ગાયુંની વાંસે ન ચડું તો જણનારીનું દૂધ લાજે."
" પણ બાપુ! બખ્તર તો ચડાવતા જાઓ." મેરજીને ખોટી કરવા એક પટેલે પાસો નાખ્યો.
બખ્તર પે' રવા રોકાઉં તો પાછું મેણું મારશે કે મેરજી કાપડું પે ' રવા ખોટી થ્યો."
આમ કહી ગોર પાસેથી લગામ છોડાવી ઘોડીને છોડાવી ઘોડીને એડી મારી. જાતવંત ઘોડી પણ માલિકનું મન કળી ગઈ હોય તેમ વાજોવાજ ઊપડી.
" રણ શરણાયું વાગિયું, પાખરિયા કેકાણ ;
શૂરાને પાણી ચડે, કાયરને ભંગાણ. "
પાછળ ઘોડાના ડાબલા સાંભળી દુશ્મનો ચમક્યા. મેરજીને પડ દેવા દાણો દાણો થઈ ગયા. મેરજીએ મોવડીને નજરમાં લઈ પડકારો કર્યો. દુશ્મનનો મોવડી સાબદો થાય તે પહેલાં તો ભાલે પરોવી દીધો. સરદાર પડતાં દુશ્મનો મેરજી માથે તૂટી પડ્યા. ઝીકાઝીક ઝીકાઝીક તલવારોની તાળીઓ પડવા લાગી. આ બાજુ જાન કરજાળાના પાદરમાં પહોંચી. ગામેડુંએ દોડીને જાનૈયાઓને મેરજી ગાયુંની વહારે ચડ્યાની વાત કરી.
વાત સાંભળતાં જાનૈયા મેરજીની વારે ચડ્યા. ગીત ગીતને
ઠેકાણે રહ્યાં. ધીંગાણાના સ્થળે પહોંચતાં જાનૈયાઓએ શું જોયું ? મેરજીનું અંગ અંગ વેતરાઈ ગયું હતું, પણ દુશ્મનોનો ઘાણ કાઢી નાખ્યો હતો. નીચે પડેલા મેરજી ને ઘોડી પોતાના લોહીથી નવરાવી રહી હતી.
" ભલ ઘોડા વલ વંકડા, હલ બાંધવા હથિયાર ;
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. "
જાનૈયા મેરજી પાસે પહોંચ્યા. છેલ્લા જુહાર કરવા તેણે હાથ ઊંચો કર્યો. મોઢામાંથી ' રામ ' બોલી શકાયું અને આંખ વીંચાઈ ગઈ. મેરજીનો મૃતદેહ લઈ જાનૈયા કરજાળે આવ્યા. ગઢના ઓરડે મૃતદેહને સુવરાવવામાં આવ્યો છે. પોતાના ધણીનું જેણે માત્ર એક જ વાર મોઢું જોયું છે અને હૈયામાં અપાર મનોરથ ભર્યા હતા તેવી જુવાન સરવૈયાણીએ વિલાપ આદર્યો :
" પાલવડા પેરી અમે, શેલ કાંઠે ચાલ્યા નહીં ;
તરછોડી ગયા તમે, કુંવારા કરજાળા ઘણી.
પીઠી ભરીઅલ દેહ, સજ્યા સોળ શણગાર ;
અંગ ઊઠયા અંગાર, કુંવારા કરજાળા ઘણી.
હૈયે હતી હામ, ખેલશું ચોપાટ સાથ ;
હવે રમશું વાલાનાથ, કુંવારા કરજાળા ઘણી. "
મેરજીનું માથું ખોળામાં લઈ સરવૈયાણીએ ચિતા ઉપર ચડી પ્રાણની આહુતિ આપી.
લેખક : જયમલ્લ પરમાર
રજૂકર્તા : પ્રતાપભાઈ ચાવડા
નોંધ : અહીં મૂકવામાં આવેલ તસવીર માત્ર પ્રતિકાત્મક
**********
પ્રભાવ વિસ્તારી દીધો છે.આંબેરણોમાં મોર મઘમઘી રહ્યા છે. કોયલોનો ટહુકાર આંબાવાડિયાને ગજવે છે. રંગ - સુગંધના આવા વાતાવરણમાં તાલ પુરાવતી મેરજી વાજાની જાન વેલડું લઈને પાછી ફરે છે. વેલડીઓમાં બેઠેલા જાનડિયુંના કપડાંને લગાડેલું હીનાનું અત્તર મઘમઘાટ ફેલાવે છે. સૂરીલા કંઠથી નીતરતાં ગીતોએ મીઠી સુરાવલી રચી દીધી છે.

છે.