ગુજરાતી નિબંધ
અમરજી ખૂટયો અભંગ, દેશપતિ દીવાન
ભાલાની જમે ભરૂં, મું જાણ્યે જોગરાણ
રતનાગર રત્ના, મેલે માઝા મેપાઉત
(તારી) ફોજુંની ફાકી ન કરું, તો મું જાણ્યે જોગરાણ
આજે વાત વંડા-પિયાવા ગામનાં એક અડાભીડ નાનાભાઈ ભરવાડ રત્નો જોગરાણા ટાણું આવ્યે અંગે અંગમાં શૂરના થરકાટ વ્યાપે.. ભાગ્યાને બે ન ભરવા દયે એવો મર્દ કાળના ફાકડા કરી જાય અને પારકી છઠ્ઠીનો જાગનારો
પિયાવાના ગામધણી આલા ખૂમાણનું મોટું ગામતરું(સ્વર્ગવાસ) અને તેમના ઘરેથી બેન ને કપરો કાળ આવ્યો ભાયું ભાગની ખટપટ એમાં સામી પાટી ના ભાયુંએ ગ્રાસ ખાલસા કરવા માટે જૂનાગઢ ના દીવાન પાસે ખટપટ કરી જુનાગઢ તે દી અમરજી દીવાન અને અમરજીએ પાંચસો ઘોડે ચડી કરી
અહીં દરબાર આલા ખૂમાણને ઘરે બેન ને ખબર પડી એમને તો કોઈ હતુ નહીં ત્યારે જીભનાં માનેલ આ ભાઈ ને બોલાવી વાત કરી કે જુનાગઢ થી અમરજી દીવાન ફોજ લઈ ને ગ્રાસ ખાલસા કરવા આવે છે આપણાથી જમે ભરાય તેવો વખત નથી
ત્યારે રત્ના જોગરાણા એ કહ્યું કે બેન! રત્ના જોગરાણા ના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોની તાકાત છે કે આ જમીન ખાલસા કરે??
દાઢીના કાતરા ઝાટકીને રત્નો જોગરાણો સાબદો થયો બેને ઓવારણા લીધાં ને કહ્યું કે "વીરા! તારી ભેળો ઠાકર છે...
રત્ના જોગરાણા એ પોતાના ભાયુંને બોલાવીને આજુબાજુ ના ગામોમાં પચાસ જુવાનોને ભેળા કર્યા
ત્યાં તો અમરજી ની ફોજ પિયાવા આવી પંહોચી ત્રંબાળું ઢોલના બુંગિયા વાગ્યા ધ્રીંજાંગ ધ્રીંજાંગ ને સામસામા ઘોડા વછૂટયા બટાઝટી બોલી
રત્ના જોગરાણે પોતાના ભાઈયું સાથે અતુલ બળ દાખવીને જૂનાગઢ ની ફોજના ફાકડા બોલાવીને ફૂલધારે ઊતર્યો પોતાના દેહના બલિદાનનું બહેનને કાપડું કર્યુ આજે એની ખાંભી વંડા-પિયાવા મા ઉભી છે.....
રામકુભાઇ કરપડા🙏
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
માનેલી બેન માટે જીવ ની આહુતિ આપનાર ભાઈ.. 🙏🙏🙏
આ મહાન શુરવીર ની ઓળખાણ છે રત્નાઆપા જોગરાણા નામ ના ભાઈ ભરવાડ સમાજમાં થય ગયા જેમનુ વતન અમરેલી જીલ્લા નુ સાવરકુંડલા તાલુકાનું વંડા ગામ હતુ.
જરુર પડે ત્યારે એક સાદ પાડજે હુ આવી પોગીશ.. બેને ભાઈના ઓવારણા લીધા પોખણાલીધા અને ભાઈએ વિદાય લીધી વંડા ગામની.
થોડા વર્ષો પછી જુનાગઢ ફોજ ના પંદર સૈનિકો નો કાફલો વંડા ગામના પાદર માં રાતવાસો કરવા રોકાણા ત્યાંના સૈનિકોએ શિકાર કરવા એકરોજ ને લાવ્યા પણ વંડા ગામના જુવાનોએ એમને અટકાવ્યા અને મારકુટ કરીને રોજને બચાવ્યો. પણ એ સૈનિકોએ જુનાગઢ ના નવાબ ના કાન ભંભૈરયા અને એ નવાબે કઈ વિચાર કર્યા વિનાજ આખી ફોજને વંડાગામને તહેસમહેસ કરવા મોકલી .
અને અહી જાકાજીક જાકાજીક ની વચ્ચે બેને સંદેશો મોકલાવ્યો્ રત્ના આપા જોગરાણા ને કે મારા ભાઈ મામેરાવેળા આવીગય હવે આવો ભાઈ.
ત્યારે પીયાવાથી પીસ્તાલીસ જોગરાણા સાથે ભરવાડો અને રત્નાઆપા ઘોડે પલાણ માંડ્યા પણ વંડાગામમાં આપાએ આવીને જોયુ તો ખુબ વિશાળ મોટી ફોજ હતી એટલે રત્નાઆપાએ પંચલીગી શંકરભગવાનની લીંગ ઉપર પોતાનુ મસ્તક ચડાવ્યું અને કીધુ હે ભોળાનાથ આજ મારી બેનનુ મામેરા વેળાએ લાજ રાખજે બાપ. અને પછી બંને હાથમાં ઈ ખુલી ભવાની ને લયને આપા નિકળ્યા કોઈના માથા કોઈના હાથ કોઈના પગ જેમ રણભૂમિ માં પાંડવપુત્ર અર્જુને જેમ હાહાકાર મચાવ્યો એમ તેદી વંડા ગામના પાદરમાં આપાએ હાહકાર મચાવ્યો.
આપા લડતા લડતા એક કીલોમીટર એ ફોજને પાછીપાડી અને ફોજને ભગાડી બસોથી ત્રણસો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા પછી આપાનુ ધડ શાંત નોતુ થતુ પછી અમુક જાણકારોએ એવો દોરો નાંખીને એ ધડને શાંત કર્યુ અને પોતાના માથા વડે બેનનુ મામેરુ ભર્યુ.
જેમ રા.નવઘણને બચાવવા ઉગાનુ માથુ આપ્યુ એમજ રત્ના આપા જોગરાણાએ જીભની માનેલ બહેન ના રાજની લાજ બચાવવા માટે પોતે માથુ આપ્યુ અને પીસ્તાલીસ જોગરાણા સાથે ભરવાડો એ પણ બલિદાન આપ્યુ. તો આ હતા શુરવીર રત્નાઆપા જોગરાણા .
એ પીસ્તાલીસ જોગરાણા ના પાળીયા અને આપાનુ માથુ વંડાગામમાં શિવલીગ મંદીર પર અને જયા ધડ પડયુ એ એક કીલોમીટર ગામની બહાર એક વાડીમાં આપાનો પાળીયો હજુ આ વાતની સાક્ષી પૂરે છે..



