કાટારી નુ વર્ણન (સપાખરૂ)
ભલી વેંડારી ટારી લાંગા એના દી કળાકા ભાણ
સંભારી કચારી માંહી હૌવંતે સંગ્રામ
હેમ જરી નીમસરી વનારી પાત્રવાંકા હિયા
અજાબીઆ માંગે થારી દોષારી ઈનામ
પઢી અઢી આખરાં કી ભઠી કટી પાર
પ્રસટી શાસનાં દયે રાખવા પરમ
બંબોળી રેતમાં થકી કંકોળી શી શ્રી બાર
હોળી રમી પાદશારી નીકરી હરમ
અષાઢી બીજથી જાણે ઉતરી થી આણી બેર
માળીયે હો મૃગાનેણી બેઠી પત્રકાળી માંય
હેમરે જાળીયે કરી શાહજાદી હાથ
કરી વાત અખિયાત અણી ભાત ન થે કાણી
જરી જાળીયામાં તરી જોવે ઝાંખ ઝાંખ
શાત્રવાંકા દિયા બીચ સોંસરી કરી ને જેસા
ઈમરી નીસરી કે ના તીસરી સી આંખ
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
(દુહા)
નેક, ટેક અને ધરમની જ રે અને વળી પાણે પાણે વાત
ઈ તો સંત ને શૂરાના બેસણાં અમ ધરતીની અમીરાત
હે... ધન દામોકુંડ રેવતી અને ધન ધન તીરથ ધામ
ધન મંદિર ધન માળીયા હે ઓલું ધન ગોકુળીયું ગામ
શાર્દૂલ કેરા સાદથી જ રે અને ઓલી ગહકે ગહકે મોરાંય ગીર
નીજ પહાડા પર સર પ્રાછટે એમ મારો ધન નાદે વનવીર
મનહર મુખે માનુની અને ગુણિયલ જાત ગંભીર
ઈણ કુંખે નર નીપજે ઓલા વંકડ મૂછા વીર
(છંદ)
સ્નેહ, હેત ને કરુણાના જ્યાં કલ કલ ઝરણાં હાસ્ય કરે
પ્રીત પાલવડે રોજ પાળીયે સિંદૂર વરણી સાંજ ઢળે
ખમીરવંત ઘોડાં ખરતાડે ને પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
રે... તારી આભે કીર્તિ ધજા અડી
શિર પર પગલાં સતી સંતનાં જતી કેડી જંગલ વીંધી
વળી આંગળી ઘર પર પાછી મહા ધરમ મારગ ચીંધી
સત્ય ધરમ કાજે શૂરવીરની ખેધીલી તેગો ખખડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
રે... તારી આભે કીર્તિ ધજા અડી
સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
કાશપ જેહડો ન કોય જેને દણીઅણ જેહડા દિકરા,
લખદળ ભાંગે લોય ઉગાનુ આળસ નહીં
ચળુ ન પડે ચુક કમણે કાશપરાઉત…!
તેજ પંજર તિમ્મર ટળણ ભયા કાશપકુળ ભાણ,
અમલા વેળા આપને રંગ હો સુરજરાણ…!
સામસામા ભડ આફડે ભાંગે કે તારા ભ્રમ્મ,
તણ વેળા કાશપતણા તમે સૂરજ રાખો શરમ્મ…!
તું ઉગા ટળીયા તમ્મર ગૌ છુટા ગાળા,
તસગર ભે ટાણા દન કર કાશપદેવાઉત…!
અળ પર ઉગતા અરક ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર દીઓળે કાશપદેવાઉત…!
સવારે ઉઠે કરે કરે સૂરજની આશ,
એને ગોરસ રસ ને ગ્રાસ દેશે કાશપરાઉત…!
સૂરજથી ધન સાંપડે સૂરજથી ધણ્ય હોય,
સુરજ કેરે સમરણે દોખી ન લંજે કોય…!
સૂરજ ને શેષનાગ બેય ત્રોવડ કે’વાય,
એકે ધરતી સર ધરી એકે ઉગ્યે વાણુ વાય…!
કે’દાદર કે’ડાકલા કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ કમણે કાશપરાઉત…!
સૂરજ પ્રત્યક્ષ દેવ હે નર વંદે પાખાણ,
ઇસર કે ઉમૈયા સુણો એતાં લોક અજાણ…!
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે
મારા બાપુને બહેન બે બે કુંવરિયા
બે વચ્ચે પાડ્યા છે ભાગ
હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
મોટે માગી છે મો’લ મ્હેલાતો વાડિયો
નાને માગી છે તલવાર
મોટો મહાલે છે મો’લ મેડીની સાયબી
નાનો ખેલે છે શિકાર
મોટો ચડિયો છે કંઈ હાથી અંબાડિયે
નાનેરો ઘોડે અસવાર
મોટો કઢે છે રોજ કાવા કસૂંબલા
નાનેરો ઘૂમે ઘમસાણ
મોટો પોઢે છે લાલ રંગીલે ઢોલિયે
નાનો ડુંગરડાની ધાર
મોટો મઢાવે વેઢ વીંટી ને હારલાં
નાનો સજાવે તલવાર
મોટાને સોહે હીર-જરિયાની આંગડી
નાનાને ગેંડાની ઢાલ
મોટો સંતાય સુણી શત્રુના રીડિયા
નાનેરો દ્યે છે પડકાર
મોટો ભાગ્યો છે સેન શત્રુનાં ભાળતાં
નાનેરો ઝીંકે છે ઘાવ
મોટો જીવ્યો છે પાય શત્રુના પૂજતો
નાનેરો સૂતો સંગ્રામ
મોટે રે માડી તારી કુખો લજાવી
નાને ઉજાળ્યા અવતાર
મોટાના મોત ચાર ડાઘુએ જાણિયાં
નાનાની ખાંભી પૂજાય
ભેટે ઝૂલે છે તલવાર
વીરાજી કેરી ભેટે ઝૂલે રે
ભીંતે ઝૂલે છે તલવાર
બાપુજી કેરી ભીંતે ઝૂલે છે
– ઝવેરચંદ મેઘાણી
*(છંદ:- સોરઠા)*
બ્રહ્મા પોતે બેટ, નાવ પરે જો નિહરે
નિહરે મોટો દૈત, માંગે કરને મોખડો *(૧)*
દેખાડે નઇ દર્દ, મજા અતિષય મોતની
મોખડ સાચો મર્દ, પત વાળો પેરમ પતિ *(૨)*
ઘણી કરી તે ઘાત, અહરાણો સહ આથડી
જાગે ખત્રી જાત, માથા વણ પણ મોખડો *(૩)*
વણથાક્યા તે વીર, બિગ્રહ બહુત બડો કિયો
ખત્રી વટ્ટ ખમીર, પાળ્યુ તે પેરમ પતિ *(૪)*
*(છંદ:- રેણકી)*
લથપથ તન લાલ, કાલ કોલાહલ , થરથર મુગલા, થાય થલે
ખણ ખણ બજ ખડગ, અડગ ડગ ઘાતક, સમરાંગણ સીમ, ઢીમ ઢલે
ધબધબ ધબકાર, ખાર દુશ્મન દળ, પળ પળ મારી, પાપ પચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૫)*
રજ રજ કર લાલ, ચાલ દલદલ પર, હરહર મન મુખ, જાપ જપે
ખટ પર કર ખોટ, દૌટ કર દુશ્મન,હણ દ્યે અથવા, ખુદ ખપે
ડરકર રણ છોડ, દોડ કર ભાગે, આઘે બાકર, જાય બચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૬)*
થકથક કર તુર્ક, તર્ક તક ખોજત, પત હથ રત અબ, નાક નહીં
ધડબડ કર કબંધ, અંધ હો તોપણ, થાય બંધ નહ, સમર મહીં
જણ જણ પર ઘાવ, કરે ભક્ષણ ભડ, ખડ ખડ મોખડ, જોમ જચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૭)*
દુશ્મન દળ ધણણ, ખણણ ખત્રી ગણ, અરસ પરસ હણ, વણથોભે
રાતા સબ રંગ, દંગ દુશ્મન દળ, કાલ કલાધર, નર શોભે
ક્ષણક્ષણ શણગાર, પાર શસતર હર, આંત બાર સબ, લચક લચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૮)*
ચળ હણ ચકચૂર, હૂર બહતર ધર, અપસર નભ પર, રાહ રખે
આખર અભડાય, પાય ધર હેઠળ, દળ દુશ્મન સબ, શાંત સખે
અપસર સબ ધાર, પાર નભને કર, નરને લેવા, વાર વચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૯)*
*(છંદ:- કુંડળિયો)*
અહરાણો સહ આથડી, કર્યો કચ્ચરઘાણ
મચવે આજે મોખડો, ઘોઘા પર ઘમસાણ
ઘોઘા પર ઘમસાણ, ભાણ પણ થળમાં ઝાંખે
પાડી દ્યે ઇક પલ્લ, દલ્લમાં જે પણ દાખે
ખત્રી કર ખણણાટ, ખડગથી ભેટે ખાણો
મોત કરે મોખડો, આજ હણ્યા અહરાણો *(૧૦)*
*(છંદ:- છપ્પય)*
મર્દ વડો મોખડો, દર્દ દુશ્મન પર હાવી
મર્દ વડો મોખડો, લહુંથી દળ નવરાવી
મર્દ વડો મોખડો, ભગાવે લેશ ન ભાગે
મર્દ વડો મોખડો, ફુંવારા ઉડ્યા ફાગે
મર્દ વડા ભડ મહિપતી, ખત્રી આખર તક ખડા
હદ બાર કિયો ખુબ હાસને, મહાબલી તે મોખડા