pithad maa જય પીઠળ માતાજી
અગાઉ ની પોસ્ટો મા ગીરની ,નેસડાઓની,માલધારીઓની ,ગીર ની નદીઓ ની વાત કરી.આજે એક દૈવી શક્તિ ની વાત કરવાની છે જેના પરચા આજે પણ જોવા મળે છે.
ગીર ની ધરા ઉપર પાટરામા ગામે માતાજી પીઠળ આઈ ની લાકડી પૂજાય છે.દશેરા ના દિવસે પાટરામા પીઠળ માતાજી નો મેળો ભરાય છે.આ મેળા માં ગીર ના ચારણ ,માલધારીઓ જાય છે અને દશેરા ના દિવસે ખાડુ ગીર ની ધરા ઉપર રેઢું મૂકી દે છે માલધારીઓ પરંતુ આજ સુધી દશેરા ના દિવસે ખાડુ રેઢું ચરતું હોવા છતાં મારણ નો બનાવ બનેલ નથી.આઈ પીઠળ રખોપા કરે છે.
ગાંડી ગીર ની ધરા ઉપર ગગા નાજ કરીને એક માલધારી ચારણ રહેતો હતો.આ ગગા નાજ ને એક ચાર પાંચ વરસ નો દીકરો છે અને દીકરા નું નામ ખીમો છે.
દશેરા ના દિવસે બધા ચારણો ના બાળકો મેળા માં જવા તૈયારી કરે છે અને આ નાનો બાળક ખીમો કહે છે કે મારે પણ પાટરામા માતાજી ના મેળે દર્શન કરવા જવું છે .
નાનું બાળક જીદે ચડે છે અને નેસ ના બાળકો સાથે મેળા માં જાય છે.અને માતાજી ના દર્શન કરી શેષ લઈને બધા નેસડાઓ માં પાછા ફરે છે પરંતુ ખીમો બધાથી વિખૂટો પડીને રસ્તો,કેડી ભુલી જાય છે અને ગીર ના જંગલ માં ભૂલો પડી જાય છે.
અને અહીંયા નેસ માં ગગો નાજ ચારણ ખીમા ની રાહ જુએ છે અને બધા બાળકો આવી ગયા છે પણ ખીમો ક્યાંય દેખાતો નથી.
બાળકો ને પૂછતાં બધા જણાવે છે કે શેષ લીધા સુધી અમારા ભેગો હતો પરંતુ ત્યારબાદ જોયો નથી.
ગગો નાજ અને એમના પત્ની અંતર થી પોકાર કરે છે કે હે માં ભગવતી માં પીઠળ,આ ગાંડી ગીર ની ધરા માં મારો દીકરો એકલો છે હવે તો માં તું રક્ષા કરજે.
રાત થતા પોતાના એક ના એક દીકરા ખીમા ને શોધવા માટે ગગો નાજ ગાંડી ગીર માં નીકળે છે અને સાથે પોતાનો સાથી રામસૂર બાવળા છે.
ગીર ની ઘનઘોર ધરા માં બન્ને ખીમા ને શોધે છે પણ ક્યાંય પતો જડતો નથી. સવાર નો પહોર થતા બન્ને ને ભાસ થાય છે કે સામે હિરણ ના કાંઠે કોક બાળક અને સ્ત્રી જાય છે.
ઉતાવળે ગગો નાજ અને રામસૂર બાવળો નદી ટપીને ઓલી બાજુ જાય છે અને ત્યાં જુએ તો ખીમા નું પહેરેલ કેડિયું જડે છે અને બન્ને ના શ્વાસ અધ્ધર થઈ જાય છે કે કોઈ રાની પશુએ શિકાર તો નહીં કરી લીધો હોય ને?
ત્યાં આગળ જઈ ને જુએ તો ખીમો તો કરમદી ના ઢુવા નીચે સુતેલ હોય છે અને ગગો નાજ તેને તેડી લે છે અને આંખ માં આંસુ આવી જાય છે.
ત્યારે 5 વર્ષ નો નાનો ખીમો પૂછે કે મારી આઈ (માં) ક્યાં છે ??
ત્યારે ગગો નાજ કહે છે કે એતો નેખમ(નેસ) માં છે
તો ખીમો કહે છે આખી રાત તો માં એ મને ખોળા માં રાખી ને સુવાડયો હતો અને સવાર માં વહી ગઈ!!
પરમશક્તિ માં પીઠળ આઈ એ આખી રાત આ ભુલા પડેલા ચારણ બાળક ખીમા ને ખોળા માં રાખી ને રક્ષા કરી હતી અને માતાજી એ ખીમાં ના
માં કે જેમનું નામ માલુ આઈ હતુ એ માલુઆઈ નું રૂપ લઈને પીઠળ માતાજી એ આ ચારણ બાળ ની અને ગગા નાજ ના વંશ ની રક્ષા કરી હતી,જોગાનુજોગ ચારણ ભગવતી પીઠળ આઈ ના માતાજી નું નામ પણ માલુ આઈ જ હતું.
આ ચારણ બાળ ની રક્ષા કરી એ સ્થળ એટલે નનાવા નેસ.
હાલ માં માતાજી ની થાનક નનાવા નેસ માં છે.
આ સ્થળ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક માં આવેલ હોય ત્યાં જવાની મનાઈ છે.
માતાજી એ ચારણ ના આખા વંશ ની રક્ષા કરી હતી અને તે વંશ આજ પર્યન્ત ચાલુ છે.
માં ચારણ ભગવતી માંગે એ આપે એવી હાજરાહજૂર છે.
બીજી વાત કરીએ તો આ નનાવા નેસ માં મુલુભાઈ બાટી કરીને ચારણ પોતાના માલઢોર સાથે નનાવા નેસ માં રહે છે અને આ મુળુભાઈ માં પીઠળ આઈ ના પરમ ઉપાસક છે.અને આખો પંથક મુળુભાઈ ને મુળુભાઈ ન્યાય તરીકે ઓળખે છે.
આ મુળુભાઈ ન્યાય પીઠળ આઈ સાથે વેણે વાતું કરતા હતા.
ગીર માં તો માલધારીઓ ને ખડ પાણી ની સગવડતા મુજબ સ્થળાંતર કરવું પડતું જ હોય છે
ત્યારે એક સમયે નનાવા નેસ માં ઘાસ ચારા પાણી ની અછત સર્જાય છે અને નેસ ના બધા લોકો બીજે જગ્યા એ નેખમ નાખવાનું નક્કી કરે છે.
મુળુભાઈ બધા ને કહે છે કે આપણે હિરણ ના કાંઠે વાળાજણ ખાતે નેખમ નાખવાનું નકકી કરે છે.
મુળુભાઈ ન્યાય અને તેમના ઘરે થી અમરીબાઈ નો રોટલો મોટો છે.
હિરણ ના કાંઠે વાલાજણ ખાતે નેખમ નાખવા માટે બધા પાડા ઉપર ઘરવખરી લઈને નીકળી પડે છે.
મુળુભાઈ નક્કી છે કે પહેલા પાડા ઉપર ઘરવખરી લઈ જઈએ અને પછી બીજા ફેરા માં માતાજી નો પેઢ,(માતાજી ના ફળા) બીજા ફેરા માં લઇ જઈશું.
આમ મુળુઆપા અને અમરી આઈ બન્ને ઘરવખરી હિરણ કાંઠે મૂકીને પરત નનાવા નેસ જતા હોય છે.
અને ગીર ની ઘેઘુર ગાળી માં જતા હોય છે ત્યાં સામેથી સાવજ(સિંહ) આવતો અમરી આઈ ને દેખાઈ છે અને તે કહે છે કે ચારણ આપણે માતાજી નો પેઢ,માતાજી ને મૂકી ને આવ્યા પરંતુ માતાજી નો પેઢ સિંહ ની માથે આવે છે.
ત્યાં મુળુઆપા કહે છે કે સાક્ષાત માં પીઠળ સિંહ માથે બેસીને આવે છે અને મુળુ આપા દંડવત થઈને પીઠળ માતાજી ને કહે છે કે માં મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો, મારે પહેલા તમને લઈ જવા જોઈએ
પીઠળ માતાજી કહે છે કે મુળુ હું તારા પર પ્રસન્ન થઈ છું,તારે જે માંગવું હોય એ માંગી લે.
ત્યારે મુળુઆપા માંગે છે કે મારો નિર્વન્શ જાય અને માતાજી મારે તમારી સાથે બેસવું છે.
માતાજી મુળુઆપા ને તથાસ્તુ કહે છે અને માતાજી મુળુઆપા ને પોતાની સાથે પાટરામા ના થાનકે પોતાની સાથે જગ્યા આપે છે ,હાલ માં પણ પાટરામા માં મુળુબાપા ન્યાય (બાટી) માતાજી સાથે બિરાજે છે ,માનતાઓ થાય છે અને નૈવેધ ચડે છે.
આમ માતાજી તેમના બાલુડા ની ઈચ્છા મુજબ જે માંગે એ આપવા માટે હાજરાહજૂર બેઠી જ છે
અને માં ચારણ ભગવતી પીઠળ આઈ એ નવલાખ લોબડીયાળી માતાજી માં મોવડી છે
"ધર અવતાર માડી ધર્યો,દૈતા વાળ્યો ડાટ,
સોક્યો નવલાખે શક્ત, પીઠળ તને દૈવી પાટ"
જય માં પીઠળ આઈ 🙏🏻🙏🏻🙏🏻
#pithad maa


