--: શ્રી બજરંગદાસ બાપા ની ૧૧૩ મી જન્મજયંતિ :-----
આજથી બરોબર ૧૧૧ વર્ષ પહેલાં વિ.સં ૧૯૬૨ આસો વદ ચૌદસ(કાળી ચૌદસ),તા.૧૬-૧૦-૧૯૦૬,મંગળવારના રોજ માતા શિવકુંવરબા ની કુખે બાળકનો જન્મ ઝાંઝરીયા હનુમાન મંદિર,લાખણકા મુકામે થયો હતો.તેમનું બચપણ નું નામ ભક્તિરામ હતું.તેઓની જ્ઞાતી રામાનંદી સાધુ હતા.તેમના ગુરૂ શ્રી સીતારામબાપુ ખાખી હતા.આગળ જતાં હિન્દૂ સનાતન ધર્મમાં પરમ પૂજય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા તરીકે જગવિખ્યાત થયા.
શ્રી બજરંગદાસ બાપા એ બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિર પાસે ઇ.સ.૧૯૫૯ માં આશ્રમ સ્થાપેલ.ઇ.સ.૧૯૬૧ માં તેમણે સદાવ્રત ચાલુ કર્યું હતું.શ્રી બજરંગદાસ બાપા આધ્યાત્મિક,ધાર્મિક અને એક સાચા દેશપ્રેમી હતા.તેમણે ઇ.સ.૧૯૬૧ માં વિનોબા ભાવેના ભુદાન યજ્ઞ માં છ વિઘા જમીન દાન આપી હતી.ઇ.સ.૧૯૬૨ ના ચીન સાથેના યુધ્ધ વખતે તેમના આશ્રમની હરાજી કરી આવેલ રકમ વડાપ્રધાન ભંડોળમાં દાન કરેલ.૧૯૭૧ ના પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે રૂ.૩૦૦૦૦/-નુ દાન કરેલ.શ્રી બજરંગદાસ બાપા વારંવાર સીતારામ બોલતા હોવાથી તેઓ "બાપા સીતારામ"તરીકે જગવિખ્યાત થયા.આવા મહાન દેશપ્રેમી અને સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ૭૧ વર્ષનું આયુષ્ય ભોગવી તા.૯-૧-૧૯૭૭,રવિવાર,વિ.સં ૨૦૩૩ પોષ વદ ચોથના રોજ પરલોક સિધાવ્યા.બજરંગદાસ બાપા ની સદાય જયજયકાર હો.

- સૌ પ્રેમથી બોલો જય બાપા સીતારામ.