જીવા આપા આહીરની દાતારી
*********************
આશરે બસો એક વરસ પહેલાંની આ વાત છે. તે સમયે બાંભણીયા ગામમાં જાજડા શાખના આયર જીવા આપા રહે. જીવતર ઉજળું છે,વળી ઉદારતા રૂવાંડે રૂંવાડે ડોકિયાં કરી રહી છે એવા દિલાવર દિલના માણસ.
એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા
માણસ કે જેનું નામ સમાજમાં પ્રખ્યાત,રખાવટ અને દાતારી સાંભળી એના આંગણે ચારણો અને કવિઓ સૂકાતા નથી. એના વખાણની વાતું થાય છે.
બરોબર વાવણીનો સમય છે અને પોતાની પાસે એક જ બળદ હોવાથી વખાનો માંર્યો એક ચારણ ભોળા આપા ધાખડાનું નામ સાંભળીને બળદની જરૂર હોવાથી મોટી આશા લઈને રાજુલા આવે છે અને ડાયરામાં આવીને મળે છે અને વાત કરે છે. ભોળા આપા ચારણનો આદર સત્કાર કરી ચારણને બળદ આપી વિદાય કરે છે.
ચારણ બળદ લઈ ત્યાંથી નીકળી અને ધીરે ધીરે હાલીને પોતાને ગામ જવા રવાના થયો.રસ્તામાં મોભીયાણા ગામે પોતાના દીકરીને આપેલા. ત્યાં રાત રોકાય છે.પણ કરમ સંજોગે બન્યું એવું કે રાતના સમયે બળદને ઝેરી જનાવર આભડી જતાં બળદ મરી જાય છે.
સવારે ચારણ પોતે ફરી વખત ત્યાંથી નીકળી રાજુલા આવે છે,પણ તે વખતે ભોળા ધાખડા હાજર ન હતા. એમના માણસોએ કહ્યું કે ગઢવી આયા કાય બળદનું ખાડુ નથી કે તમને આપ્યા કરીએ. હવે બળદ નથી એવું સાંભળતાં ગઢવી નિમાણા થઈ અને ત્યાંથી નીકળે છે.
સવારનો પોર છે અને રસ્તામાં જીવા આપા આયર મળે છે. ચારણને જય માતાજી કરે છે.ચારણ પણ સામે હાલીને જય માતાજી કરે છે, પણ એના પગમાં જોર નથી. ચારણના પગ ઢીલા છે અને મોઢા માથે ઝાંખપ કળાઈ આવે છે.
આ જોઈને જીવા આપા વિવેક કરીને ગઢવીને પોતાની ડેલીએ લાવી કાવા કસુંબા પાય છે. પછી હળવે હળવે ચારણને પૂછે છે કે " ગઢવી તમે ઢીલા અને નીમાણા કેમ છો? " ત્યારે ચારણ કહે છે કે "આપા વાત કરવા જેવી નથી. "
ત્યારે પારકી પીડાના જાણતલ આયર જીવા આપા કહે છે : ગઢવી જે હોય તે તમે કહો. હું મારાથી થાય તેમ હશે તે મદદ કરીશ. ત્યારે ગઢવી માંડીને વાત કરે છે કે : "આવું બન્યું શું કરવું ? આ સમયમાં એવો કોણ દાતાર છે. જે મને બળદ આપે ? હવે બીજે ક્યાંય નજર પોગતી નથી. "
ત્યારે આ ગઢવીની વાત સાંભળી. ભાઈ આતો મોટા દિલનો આયર એટલે તરત જ તેના હદયમાં દુઃખ થયું. ભારે કરી ગઢવી પણ કાય વાંધો નહીં. જે થયું તે !જીવા આપાને એમ થયું કે ગામના પાદરમાંથી ચારણ નિરાશ થઈને જાય, તો તો આયરના આશરા ધર્મ ને ખોટ લાગે. એટલે ચારણ ને કીધું કે તમે એક કામ કરો. હું તમને
રોકડા રૂપિયા આપું એટલે તમને ગોઠે એવો બળદ તમારા ગામમાંથી લય લેજો. તે સમયમાં એમ કહેવાય છે કે વિશ પચીસ રૂપિયામાં તો જોડ આવતી. એના બદલે જીવા આપા આયરે તે સમય માં એકાવન રૂપિયા તે ચારણ ને આપી અને રાજી કર્યા અને રજા આપી.
વાહ આયરની દાતારી ... ધન્ય બાપ તારી જનેતાને
દુહો
રિણુને રાજુલા તણો ફોગટ ફેરો થાત,
જાજડો જોયા વિના એક જો જીવો જાત.
અંગે આભૂરાણ ઓપતા રૂડા તાજીયા રૂપ,
ભીડના ભાંગે ભૂખ જણસ વાળી જીવલા.
જય હો... આયર જીવા આપા