🏞️સિદ્ધપુર:Sidhapur-Patan🏞️
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹.સાંભળો,મિત્રો.ધર્મનિષ્ઠ લોકોમાં સિદ્ધપુર બહુ જાણીતી જગ્યા છે.આ શહેર ઉત્તર ગુજરાતમાં આવ્યું છે.અને તીર્થસ્થાન તરીકે લોકપ્રિય છે.આજે પાટણ પાસે છે.આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે શહેરની અંદર રૂદ્રમાળ કે રૂદ્ર મહાલયના પ્રસિદ્ધ ઈતિહાસ વખતના શિવમંદિરનું આ ખંડેર છે.આ રૂદ્રમાળ ગુજરાતના પ્રતાપી રાજા મૂળરાજ સોલંકીએ સન 998માં બંધાવવો શરૂ કર્યો હતો.અને તેના પૌત્ર સિદ્ધરાજે સન 1202માં પૂરો કર્યો હતો.જોકે,આ રૂદ્રમાળ સન1365માં તૂટી પડીને છિન્ન ભિન્ન થઈ ગયો હતો.એના અવશેષ તરીકે થોડાક સ્તંભો અને તે ઉપરનો કેટલોક ભાગ ખંડેરરૂપે સચવાઈને રહેલો છે.સરસ્વતી નદીથી થોડે છેટે બિંદુ સરોવર છે.અહીં માતૃશ્રાદ્ધ કરાવાય છે.બિહારમાં આવેલું ગયા જેમ પિતૃશ્રાદ્ધને માટે પ્રસિદ્ધ છે.એ જ રીતે સિદ્ધપુર માતૃશ્રાદ્ધને માટે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે.બિંદુ સરોવર પાસે કપિલ મુનિએ પોતાની માતા દેવહુતિને જ્ઞાન આપી પરમપદની પ્રાપ્તિ કરાવી હતી.એ કારણસર આ જગ્યા માતૃશ્રાદ્ધ માટે તીર્થસ્થાન ગણાય છે.આ બિંદુસરોવર કાંઠે બ્રહ્માપુત્ર,તેનાં પત્ની,તેમ જ કપિલ મુનિ અને તેનાં પત્નીની મૂર્તિઓ છે.સરસ્વતી નદીના ઘાટ ઉપર સિદ્ધનાથ મહાદેવ,કાશી વિશ્ર્વનાથ,હાટકેશ્ર્વર મહાદેવ ઈત્યાદિનાં સુંદર મંદિરો છે.શહેરમાં નાનાં મોટાં મંદિરોમાં ગોવિંદ માધવનું મંદિર પ્રખ્યાત છે.શહેરમાં સંસ્કૃત શિક્ષણનો પ્રચાર સારો છે.એક સંસ્કૃત વિદ્યાપીઠ છે.સિદ્ધપુરનું પ્રાચીન નામ શ્રીસ્થલ હોવાની માન્યતા છે.ઉત્તર હિંદુસ્તાનમાંથી મૂળરાજે બોલાવેલા તથા શ્રીસ્થલમાં રાખેલા બ્રાહ્મણોએ તેને સિદ્ધપુર નામ આપ્યું લાગે છે.જો કે દંતકથા તો એવી છે કે, મૂળરાજે શરૂ કરેલો રૂદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહે પૂરો કર્યો ત્યારે,એના માનમાં બ્રાહ્મણોએ રાજાના નામના પહેલા બે અક્ષરો લઈ આ તીર્થસ્થાનનું સિદ્ધપુર નામ પાડ્યું હતું.lr
હવે જોઈએ રૂદ્રમાળ એટલે શુ?!!
🌹🌹🏞️🏞️🌹🌹🏞️🏞️🌹🌹
👉હવે પાટણ જ્યારે જુના ભૂતકાળમાં ગુર્જર દેશની રાજધાની હતું..!ત્યારે તેની વાતો "પાટણની પ્રભુતા"માં ક.મા.મુનશીજી સુન્દરમ નવલકથા લખી છે.ગુજરાતી સાહિત્યની એ પ્રથમ અને અપ્રતિમ સફળ લોકપ્રિય સદાબહાર નોવેલ છે.રાજધાની પાટણ વેપાર ધંધા અને બધી રીતે દેશદેશાવરમાં પાટણના પટોળા માટે પ્રખ્યાત હતું જ.મિત્રો,આજે ય થોડાક પરિવારો પાટણમાં (ગાયકવાડે વસાવેલા) તેઓ પટોળાં બનાવે જ છે,એ અંગેની પોસ્ટ મેં લખેલી જ અગાઉ.lrઆજના અમદાવાદનો જન્મ તો ત્યારે હતો નહીં.એને તો છસો જ વરસ થયાં છે.Btw એ અમદાવાદની "વાડીલાલ સારાભાઈ"જ આપણી ય જન્મભૂમિ,સાબરમતીને કાંઠે.આપણે મિત્રો હવે રુદ્રમાળની વાત કરીશું.રુદ્ર એટલે શિવ.રુદ્રનું અજોડ અનેક માળવાળું ભવ્યતમ રુદ્રમહાલ.lr
👉એવી વાયકા મને શિક્ષકે નવસારીની હાઈસ્કૂલમાં ભણાવી હતી કે,"એનો પાયો નાંખ્યો ત્યારે જે શુકનનો સિક્કો અને ખીલો પાયામાં મારેલ એ શેષનાગના બરાબર માથામાં વાગેલ.જોષીઓએ કહ્યું આ બાંધકામ હવે અમર ટકે એવું થશે.પણ રાજાએ જાણે "પ્રુફ" જોવા માંગ્યું..!🤣
બસ ખીલો ખસેડયો ને શેષનાગે પડખું બદલ્યું..!"એટલે માથામાં પાયો સજ્જડ હતો.એ ખીલો ખસ્યો એમાં આટલું મજબૂત બાંધકામ અમુક વરસ બાદ નામશેષ થયું..!મુસ્લિમ આક્રમણખોરોએ તોડીને મસ્જિદ બનાવેલ અમુક ભાગમાં એવું નેટ પર વાંચ્યુ.એ આડવાત મેં કૉમેન્ટમાં વિસ્તારથી લખી છે,વાંચજો.
લીલાધરને કોઈ કચ્ચી ગોલિયાં નહીં ખેલી હૈં.એ તો પૃથ્વી શેષનાગના મસ્તકે ટેકવાયેલી એવી માન્યતા તે વેળા હતી.લીલાધરની વાત માનો યા ના માનો.
👉સિદ્ધપુરમાં એક અલાયદું મહાદેવનું મંદિર હતું.આ મંદિરની વિશાળતાની યથાર્થ કલ્પના આજે આવવી મુશ્કેલ છે.પણ એના ખંડેરની નિશાનીઓ હજુ સુધી જીવતી રહી છે.આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે:રૂદ્રમાળનાં તૂટેલાં ખંડેરો ઉપરથી તેના મૂળ મહાલયની કલ્પના કરી શકાય છે.અને ભવ્યતા નિહાળી શકાય છે.આ રૂદ્રમાળ ગુજરાતના રાજા મૂળરાજ સોલંકીવંશના એ સન 998માં બંધાવવાની શરૂઆત કરેલ હતી.જોકે,કોઈ કારણસર એ રાજાની હયાતી દરમિયાન પૂરો નહોતો થઈ શક્યો.એનું બાંધકામ અધૂરૂં રહી ગયું હતું.જોકે પાછળથી તેના પ્રસિદ્ધ પૌત્ર સિદ્ધરાજે એનું બાંધકામ પૂર્ણ કર્યું હતું.જાણવા જેવી વાત એ છે કે એનાં પુત્રએ કેટલોક ભાગ નવેસરથી બંધાવ્યો હતો.એ મંદિરમાં ઉત્તર,પૂર્વ અને દક્ષિણે ત્રણ મંડપ હતા.અને વચમાં 11રૂદ્રનાંં હા 11 મંદિરો હતા.મંડપોને એક ઉપર એક એમ અનેક માળ હતાં.આ બાબત તો અત્યારે પણ જોઈ શકાય છે.આ રુદ્રમાળ જૂના વખતની કારીગરી કે ઊંચા સ્થાપત્યને માટે આપણને ગર્વ મહેસૂસ કરાવે છે.જરા કલ્પના કરો,મિત્રો..ત્યારે ટન બંધ વજનની શિલાઓ ખસેડી હશે,કોતરીને ઉંચાઈએ કેમની ગોઠવી હશે હેં.આજના યુગનાં જેસીબી જેવા મશીનો-ક્રેઈનો કરતાં ય સારી ટેકનોલોજી હશે કે.!રામ જાણે. પ્રભુ,લીલાધરના વંદન.
@એમાં સોળસો થાંભલાઓ હતા,માણેક અને મોતીઓથી જડેલી અઢાર હજાર મૂર્તિઓ બેસાડી હતી,ત્રીશ હજાર સુવર્ણના કળશ હતા.અને સત્તરસો ધજાઓ ઊડતી હતી.આ ઉપરાંત છપ્પન લાખ ઘોડાઓ અને અનેક હાથીઓ ઝૂલતા હતા.વળી એમાં સવા લાખ કોતરેલી જાળીઓ હતી.આટલી ભવ્યતા-વિશાળતા મેં તો જાણે દક્ષિણ ભારતીય મંદિરોમાં જ જોઈ હતી.યાત્રાળુઓની સગવડ માટે બોંતેરસો ધર્મશાળાઓ હતી.સિદ્ધરાજ જયસિંહે ચૌદ કરોડ સોનામહોર તેના ઉપર ખર્ચી હોવાની વાયકા છે.શિવ ભગવાનના કૈલાસ સમો આ રૂદ્રમાળ શોભતો હતો.એને લગતાં થોડાં ફોટોગ્રાફ નેટ ઉપરથી મેળવ્યાં તેનો અભ્યાસ કરતાં એનું ભવ્યતમ સ્વરૂપ કેવુક હશે એના સોનેરી કાળમાં તેનો અંદાઝ આવી જ શકે.તો મિત્રો સમાપનમાં પાટણ અંગેનું લોકગીત મનમાં રમે છે.🎪
💎"પાટણથી પટોળાં મોંઘા લાવજો રે..!"💎
🎪🌹🎪🌹🎪🌹🎪🌹🎪🌹🎪🌹