વિરવિર મોખડાજી ગોહિલ મોખડાજી ગોહિલ
ધડ ધિંગાણે જેના માથડા મહાણેએનો પાળીયો થઇ ને પૂજાવું,ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ..ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા માં સેજક્પૂર વસાવેલું, સેજકજી ના દીકરા રાણજી ગોહિલ જેમણે રાણપૂર વસાવ્યું , એ રાણજી ના દીકરા મોખડાજી ગોહિલવીર, પરાક્રમી એવો જુવાન જોધ માણસ જેને જોતા જ દુશ્મન ની છાતી ફાટી પડે એવો ભડવીર ઘોડિએ ચઢી ને પોતાના માણસો ની સાથે ફરે છે , ફરતા ફરતા દરિયા ની વચ્ચે એક સુંદર રળિયામણા બેટ ની માથે નજર જાય છે , માણસો ને પૂછે છે કે આ કયો બેટ છે ?માણસ : બાપુ ,પેરમબેટ છેમોખડાજી : પેરમબેટ જાવું છે માણસો : બાપુ ત્યાં જનારો આજ સુધી કોઈ પાછો નથી આવી શક્યો , ત્યાં તો એક ઘેરી -કેસરી સાવજ રહે છે મોખડાજી : ગમે એને ગરાસીયા નો કકહેવાય , દરબારુ ને કોઈ સીમાડા નો હોય ,જાવું છે મારે , કરો મછવો તૈયાર .બધાય પેરમબેટ પહોંચે છે , સૂરજદેવ રન્નાદે ના ઓરડે પહોંચવાની તૈયારી કરે છે ,સુંદર સોનેરી સાંજ પથરાવા લાગે છે ,એમાં સાવજ ડાંક દેતો અને ઘૂઘવાતો બહાર આવે છે , પાંચ હાથ પૂરો સાવજ પોતાના રાજ માં બીજા ને જોઇને કોપાયમાન થયો હોય એમ તરાપ મારી ને હુમલો કરે છે , પણ ત્યાં તો બધાય માણસો જમીન માં મોઢું નાખીને ઉંધા બેસી જાય છે ,પણ વીર મોખડાજી ગોહિલ એ સાવજ ની સામે જાય છે , સિંહ મોખડાજી ઉપર તરાપ મારે છે ,એમાં મોખડાજી એ સાવજ ની થપાટ તો ઝીલી લે છે પણ એ સાવજ ની થપાટ ને કારણે મોખડાજી નો ડાબો હાથ ખડી જાય છે ,પણ જમણા હાથ માં જે તલવાર હતી એ તલવાર થી મોખડાજી એ સાવજ પર જે વાર કરે છે ,અને એ સાવજ ના બે કટકા કરી નાખે છે ભાઈ ,અને માણસો ને ખબર પડે છે કે સાવજ મરી ગયો એટલે સવળા મોઢા કરવા જાય એ પહેલા મોખડાજી એ કહી દીધું હતું કે હવે એ ના એ જ મોઢે પાછા જતા રહેજો આવા નામર્દો ની મારે જરૂર નથી , અને પછી મોખડાજી એ એકલા હાથે પેરમબેટ માં ગાદી સ્થાપી અને પોતાના ગોહિલ કુળ નો વાવટો ફરકાવ્યો .એ સમયે દરિયા પર પહેલ વહેલું દાણ (જકાત) ઉઘરાવવા નું મોખડાજી એ શરુ કર્યું, વહાણવટુ કરનાર દરેક ને ત્યાં જકાત દેવું પડતું , નહીતર એને ત્યાં થી આગળ વધવા દેવામાં આવતો નહિ .આમ ત્યાં મોખડાજી ગોહિલ ત્યાં સ્વબળે પોતાનું આધિપત્ય જમાવે છે .એક દિવસ દિલ્હી ના બાદશાહ નો વાણિયો ત્યાં થી પોતાનું વહાણ લઈને નીકળે છે , મોખડાજી વહાણ ને રોકે છેવાણિયો : આ દિલ્હી ના બાદશાહ નું વહાણ છે ,આને રોકાય નહિ .મોખડાજી : દિલ્હી ના બાદશાહ નું વહાણ હોય કે બ્રમ્હા નું વહાણ હોય મોખડાજી ગોહિલ નું દાણ ભર્યા વિના અહિયાં થી ડગલું મંડાય નહિવાણિયો : હું બાદશાહ ને ફરિયાદ કરીશમોખડાજી : ફરિયાદ કરવાની છૂટ છે , વહાણ ને લઇ લ્યો કિનારે , વહાણ માં શું છે ?વાણિયો : બાપુ વહાણ માં ફક્ત ધૂળ ભરેલી છેમોખડાજી વહાણ ખાલી કરાવે છે અને પર્ચી બનાવે છે કે , “મેં આ વહાણ ને રોક્યું છે, વહાણ માં ફક્ત ધૂળ ભરેલી છે, જ્યાં સુધી વાણિયો દાણ નહિ ભરે ત્યાં સુધી એના વહાણ ને જવા દેવા માં આવશે નહિપર્ચી લઈને વાણિયો દિલ્હી પહોંચે છે ,પણ એ પાછો આવે એ પહેલા પ્રસંગ એવો બને છે કે , એક લુહાર પોતાના કોઢ માં રોજ સવારે કચરો વાળે તો એમાંથી સોનાની 8-10 કણીઓ નીકળતી ,જોયું તો ઉંદર ના દર માંથી એ કણીઓ નીકળતી હતી , લુહારે એ વાત ની જાણ મોખડાજી ને કરી , મોખડાજી એ સંપૂર્ણ તપાસ કરાવી તો ખબર પડી કે એ લુહાર કોઢ ની કોઢ ની બરાબર બાજુ માં વાણિયા ની ધૂળ ભરેલી હતી , મોખડાજી એ તપાસ કરાવી તો એ ધૂળ નહોતી પરંતુ રેતમધુરી નામની માટી હતી કે જેમાંથી સુવર્ણ(સોનું) તૈયાર થાય છે , મોખડાજી એ બધી રેતમધુરી નું સોનું ઘડાવી નાખ્યું અને ઓરડા માં દરિયા ની ધૂળ ભરી દીધીવાણિયો દિલ્હી થી પાછો આવે છે અને જકાત ભરે છે ત્યારે મોખડાજી અને દરિયાની જે ધૂળ ભરી હતી ઓરડા માં એ પાછી આપે છે ,વાણિયો : આ ધૂળ મારી નથી મોખડાજી : તે આ પર્ચી માં ધૂળ લખી છે અને આ ધૂળ તને પાછી આપવામાં આવે છે વાણિયો દિલ્હી આવી ને બાદશાહ ને ફરિયાદ કરે છે બાદશાહે કટક તૈયાર કર્યું અને ભાઈ કરી યુદ્ધ ની તૈયારીઓ સામે મોખડાજી એ પણ તૈયારી કરી લીધી યુદ્ધ માટેનીમોખડાજી ને માણસો કહે છે , ” બાપુ બાદશાહ ની દરિયા જેવડી ફોજ નો સામનો આપડા થી થાય નહિ , દરિયા માં વહાણ વહેતા મૂકી ને ભાગી જઈએ ”ત્યારે મોખડાજી ગોહિલ એમ કહે છે કે , ” આપડા થી ભગાય નહિ , ગરાસીયા ના દીકરા કોઈ દિવસ પાછા ડગલા નો માંડે ”બંને સેના સામ સામે આવી ગઈ છે , આ બાજુ મોખડાજી ની સેના ભગવાન અને માતાજી ના નામ થી આખું ગગન ગુંજાવી મુકે છે અને સામે મુસલમાનો એલી એલી નો નાદ કરે છે , અને પછી ઘમસાણ થાય છે બંને ફોજ વચ્ચે , રણમેદાન માં રમખાણ મચે છે , તલવારું ને ભાલા ને રણસિંગા ગાજે છે , હાથી,ઘોડા ને માણસો ના દેહ પડવા લાગ્યા છે , પણ આજ મોખડાજી ને શૂરતાન ચઢ્યું છે , ભડવીર બંને હાથ માં તલવાર લઇને દુશ્મનો ને ગાજર -મૂળા ની જેમ કાપતા જાય છે , પણ લડતા લડતા મોખડાજી ગોહિલ નું માથું જે છે એ કપાઈ જાય છે , માથું ઘોઘા ગામ પાસે પડે છે , પણ મોખડાજી નું ધડ પડતું નથી , ધડ એ ધિંગાણા માં ઘમસાણ મચાવે છે , જાણે છાતીએ આંખો ફૂટી હોય એમ એકલું ધડ બેય હાથે તલવારું થી હજી પણ દુશ્મનો ને કાપે છે , મુસલમાનો મૂંઝાય છે કે આ ધડ ને શાંત પાડવા માટે શું કરવું , કારણ કે મોખડાજી ના ધડ એ એકલા હાથે બાદશાહ ની મોટા ભાગ ની સેના ને કાપી નાખી છે અને રાજા ના ધડ ને આમ લડતું જોઈ મોખડાજી ની સેના માં ઔર જોમ વધે છે , દુબળો પાતળો દેહ ધરાવનારો પણ હાથી ને કાપતો હતો , ત્યાં એક મૌલાના ગળી વાળો મંત્રેલો દોરો મોખડાજી ના ધડ પર નાખે છે અને ઘોઘા કે જ્યાં મોખડાજી નું માથું પડ્યું હતું ત્યાંથી સાત કોસ દૂર આજ નું જે ખદરપર ગામ છે એના સીમાડે મોખડાજી નું ધડ પડે છે , માથું પડ્યા પછી સાત કોસ સુધી મોખડાજી ગોહિલ નું માત્ર ધડ લડે છે વીર મોખડાજી ગોહિલ નુ માથું પડિયું ઘોઘાને પાદરે રે લોલ..!ધડ ધિંગાણે મચાવે ઘમસાણ રે…મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલ...