ગૌસ્વામી દશનામ સમાજ
આમતો આ સમાજની સ્થાપના આદિગુરૂ શ્રી શંકરાચાર્ય એ ધર્મની થતી હાની ને રોકવા માટે કરી હતી ને તે સમાજ હાલ પણ અંખડ છે જે શિવશક્તિ ને પોતાના પ્રાણથી વધારે મનાવા વાળો આ સમાજ શિવની સૌથી નજીક છે એ માટેની એક કહેવત પણ છે
""""" ગીરી પરી ને ભારથી
ઉતારે શિવની આરતી """"
શિવજીની સૌથી નજીક આ સમાજ મા અનેક સિદ્ધ સંતો થયા જેમને આ પુથ્વી પર તેમના ભગવા ઝંડા ફરકાવી સનાતન ધર્મ ની રક્ષા કરી છે જેમા સોમનાથ ની રક્ષા કાજ પણ મહત્વ નો ભાગ ભજ્વ્યો છે એવા આ સમાજ ની અંદર ભુભતગીરી એ સ્થાન મેળ્વ્યુ આ ગૌસ્વામી દશનામ હતા જોકે ગૌસ્વામી નો અર્થ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર થાય છે પણ અહી વાત એક શબ્દ થકી એકસો ને આઠ આંબાને આંબલી મા પરિવર્તન કરાવી પવનમા ઝુલતી કેરીઓની જગ્યાએ કાતરા કરી સ્વયં ત્યાને ત્યા ચેતન સમાધિસ્થ થયા ભભુતગીરીના શિષ્ય લટુરગીરી ની પણ સમાધી ત્યાજ છે ને હાલમા પણ જે આંબાઓ આંબલી બની ગયા તેમાની દશબાર આંબલીયો હજુ આ વાતની સાક્ષી પુરતી ઝુલી રહી છે
વાત છે ગામ વાસાવડ તે વખતે આ ગામ કુકાવાવ મા આવતુ તે વખતે વાસાવડ માથે રા વિકાજી સરવૈયાની આણ ફરકતી તે સમયની વાત છે
ગૌડી નદિને સામે કાંઠે દસ બાર આંબલી લીલીકાચ થઈ ભુભતગીરીને લટુરગીરી ની સમાધીને છાયો ઢોળી રહી છે બાજુમા ગુપ્તેશ્વર મહાદેવ ની ધજા ફડકા મારે સવાર પડે ને આલેકનો નાદ કરતા ચેતન ધુણીઓ ધખાવી ભુભત લગાવી શિવનામ જપતા જોગીઓ ના અખંડ આસન જમાવી આ ધરતીને ખોળે બેઠા છે આ જગ્યામા એકસો ને આઠ આંબા ની ડાળીએ કાચી કેરીઓ ઝુલી રહી છે પશુ પંખીઓ આ ફળનો નિત્ય આનંદ ઉઠાવી કિલકારી કરી વાડી ગજાવી મુકે છે ખળખળ વેહતી નદી ઝુલતા આંબની કેરીઓ ને ચેતન ધુણામાથી નિકળો તો ધુપ વાતાવરણ ને પ્રફુલિત બનાવે છે નિત્ય ફળફળાદી ખાઇ શિવનામ જપતા જોગીઓ કુદરતી હવા પાણી ખોરાક લઈ રહ્યા છે પણ આ આનંદ પણ જોગીઓ માટે સમાધિસ્થ થવા સુધી લઈ ગયો જોગીઓ ની કોઈ ભુલ નહી પણ રતનદુખી માણસો એ કરેલી વિકાજી સરવૈયા ને કાન ભંભેરણી એ બાવજી માથે આ આંબાઓમાથી પોણો ભાગ દઇ દેવાના હુકમે આ કેરીઓને કાતરા મા પરિવર્તન કરાવી વાતમા એમ કહેવાય છે કે શિવનામ જપતા જોગીઓ ની વાડીઓ ગૌડી નદિને કાંઠે એકસો આઠ આંબા તેમની જગયામા હતા ત્યા આ બાવાજી સર્વ અધિકાર તમામ લોકો આ કેરીઓનો આનંદ લઈ શકતા કોઈ પણ રોકટોક વગર પણ કહેવાય છે ત્યા વાસાવડ ગામમાં નાગર બ્રાહ્મણની સંખ્યા એ સમયમા હોવાનુ મનાય છે ને રાજનો વહીવટ નાગર બ્રાહ્મણ કરતા પણ આ આંબાઓ ની કેરીઓ ની મબલખ પાક જોઇ આ બ્રાહ્મણોએ મફતમા મજા લેતા બાવજી પર ઇર્ષાવશ થઈ ગમે તેમ કરી આ કેરીઓનો પોણો ભાગ લેવા માટે વિકાજીના કાન ભંભેર્યા ને એક દિવસ વિકાજી બ્રાહ્મણોની વાતમા આવી ભભુતગીરને ધુણે પધાર્યા રાજાની ખબર પડતા ભભુતગીરિએ રાજાનુ સ્વાગત કર્યુ ને આંબા પરથી તાજી ઉતારેલ કેરીઓ રાજાની સામે ધરી ને પેલા બાજુમા ઊભેલા બ્રાહ્મણે ઇશારો કર્યો ને રાજાએ એક કેરી ખાઇને બોલ્યા આ કોના આંબા છે બાપુ આ આંબા આ આશ્રમના છે ને આનો ઉપયોગ પશુપક્ષી થઈ લઈ ગામનો હર નાગરીક તથા અમારા સંતો કરે છે એ બધુ ઠીક છે પણ હવે થી આનો ઉપયોગ બધા માટે નથી તમારે જે જોઈએ તે રાખીને બીજી કેરીઓ અમારા દરબાર ગઢ મા પોહચાડી દેવી કારણ આના પર રાજનો હક્ક છે અરે બાપુ અહી બધાનો હક્ક છે આપતો રાજા છો ને તમને આ ન શોભે ને બાપુ તમે પેહલા અહી આવતા પણ આવી વાત કોઈ દિવસ નહીને આજ કેમ યાદ કરી એ સમય અલગ હતો હવે અલગ છે ને જો મારા આદેશ મુજબ કેરીઓ નહી આવે તો હુ બળઝબરી લઈશ બાકી છોડીશ નહી વિકાજી આપતો દયાળુ છો પણ આજ મને ખબર નથી પડતી રાજા ઊઠી આવો અન્યાય કરવાની ક મતી કેમ સુઝી તમે આમ કરી ગરીબ ગરબાને મોંઢે તાળા કા મારો વિકાજી સમજો ત્યા ઊભેલો બ્રાહ્મણ બોલ્યો તમારા કરતા રાજાને વધારે ખબર પડે છે માટે આદેશનુ પાલન કરો ને રાજને પોણો માલ પોહચડો બહુ લબલબાટી કરી લીધી અરે ભાઇ હુ તને ક્યા કવ છુ હુ તો વિકાજીને કવ છુ કે આ પેટ ભરવા પુરતુ છે આનો કોઈ વેપાર નથી કરતુ ને આનો પોણો ભાગ તમે માંગો છો એ અન્યાય કહેવાય માટે આવો કાયદો ધુણા માથે ન હોય આતો અલખના આંબા બધા માટે છે એમ રાજ નો એકલા નો ભાગ ન હોય માટે મેહરબાની કરી આ જીદ છોડીદો પણ વિકાજીને બ્રાહ્મણ ની વાત માજ રસ હતો જુઓ આજનો દિવસ આપુ છુ બાકી કાલે ધુણા ઊઠાવી લેજો ને કા ભાગ આપી જજો બાકી હવે રાજકાર્યવાહી થશે પછી ચકલા ન ચુથતા ને આ શબ્દ સાંભળતા ભભુતગીરિની ભ્રુકટી બદલાણી આંખો લાલઘુમ થઈ જટા માંથી પરસેવો ટપકવા લાગ્યો ક્રૌધ મા હોઠ ખોલ્યા વિકાજી હજુ માનો તો સારૂ છે સો વાતની એક વાત રાજને ભાગ પોહચાડી દો બસ હવે હદ થઈ વિકાજી આપ નિર્દોષ છો પણ આપના કાચા કા ને આપ ભાન ભુલ્યા છો પણ નાગરો બ્રાહ્મણો સાંભળો તમને આ આંબા નડે છે આંખમા કણાની જેમ ખુચે છે ને તો સાભળ
તમને આંબા નો હોય તમે આંબલી ને લાયક છો
તમને કેરીઓ ના હોય તમે કાતરા ને લાયક છો
જાવ મારો શ્રાપ છે આ આંબા આંબલી થાઓ
ને કેરીઓ કાતરા થાઓ ને એકસો આઠ જુલતા આંબા આંબલી ને કેરીઓ કાતરા થઈ હાલ ઊભા છો
.આ ઘટના બાદ ભભુતગીરિએ ત્યાને ત્યાજ સમાધિસ્થ થઈ આંબલી નીચે સમાધી લીધી જેને ચેતન સમાધી કહે છે ને તેમના શિષ્ય લટુરગીરીએ પણ ત્યાજ ભભુતગીરિ ની જેમ ત્યાજ જીવતા સમાધી લીધી હાલ પણ અહી દસ બાર આંબલીઓ ઊભી છે જે તાજેતરનો ફોટો છે પણ લગભગ ૨૦૦૧ મા અહી પચ્ચીસ ત્રીસ આંબલીઓ હતી એ પેહલા પચાસ થી વધારે હતી જે ત્યાના મહારાજ બુધ્ધગીરી એ જોયેલ અને બુદ્ધગીરી બાપુ એ સિધા ભભુતગીરિના વંશજ છે જેઓ વાસાવડ ના વતની છે હવે તો રોજ રોજ થતુ પરિવર્તન ને લઈ હાલ આઠ દસ આંબલીઓ રહી છે પણ આ ઘટના યાદ અપાવતી આંબલીઓ અને ભભુતગીરિ લટુરગીરી ની સમાધીઓ હાલ પણ અલખનો નાદ ગજવતી ગૌડી નદિને કાઠે પોતે આપેલ શ્રાપીત આંબલીઓ નીચે હાલ જોવા મળે છે આવા અનેક સંતો એ સ્થળ ત્યા જળ કરી નાસ્તિકોને પરચો બતાવી સાચી રાહ ચીંધી છે ...

